શહીદો અમર રહો! ચાર દિવસે મળ્યો મહેસાણાના આર્મી જવાનનો મૃતદેહ, આઠ માસનું બાળક પિતાની રાહ જોઈને બેઠું હતું ને આવ્યા દુઃખના સમાચાર

મિત્રો, હાલે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ચાર દિવસ અગાઉ સિક્કિમમાં ફરજ નિભાવી રહેલા આર્મી જવાન રાયસંગજી તિસ્તા નદીમાં લાપતા થયા હતા. આ…

મિત્રો, હાલે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ચાર દિવસ અગાઉ સિક્કિમમાં ફરજ નિભાવી રહેલા આર્મી જવાન રાયસંગજી તિસ્તા નદીમાં લાપતા થયા હતા. આ ઘટનાના ચાર દિવસ બાદ તેમનો મૃતદે મળી આવ્યો છે. આ ઘટનાના સમાચાર સાંભળતા જ પરિવાર અને વતનમાં માતમ છવાઈ ગયો છે. ગુજરાતના મહેસાણાના રાયસંગજી ફરજ દરમિયાન આર્મી ની ટ્રકમાં સવાર હતા, તે દરમિયાન અચાનક જ તેમનો ટ્રક તિસ્તા નદીમાં ખાબક્યો હતો અને રાયસંગજી લાપતા થયા હતા. પરંતુ આજે તેમના મૃતદેહ મળી આવતા પરિવાર અને વતનમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

વતનમાં પરિવારજનો છેલ્લા ચાર દિવસથી રાયસંગજી હેમખેમ મળી આવે, તેવી આશા સેવીને બેઠા હતા. પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું… ઘટનાના ચાર દિવસ બાદ રાયસંગજીનો મૃતદેહ  મળી આવ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે, રાયસંગજી ઠાકોર ગુજરાતના મહેસાણા જિલ્લાના સુલીપુર ગામના રહેવાસી હતા. એઓ સિક્કિમમાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા.

સમગ્ર ઘટના વિશે જાણીએ તો, શનિવારના રોજ રાયસંગજી આર્મી ની ટ્રક લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ તિસ્તા નદીમાં તેઓની ટ્રક ખાબકી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે, તેમની સાથે અન્ય એક જવાન પણ સાથે હતા પરંતુ તેઓ બહાર કૂદી ગયા હતા જેથી તેમનો આબાદ બચાવ થયો હતો. પરંતુ રાયસંગજી બહાર નહોતા નીકળી શક્યા, અને ટ્રક સાથે નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ચાર દિવસથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

ચાર દિવસ બાદ આજે મૃતદેહ મળી આવતા, પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આશા છે કે આવતીકાલ સુધીમાં જવાનના પાર્થિવ દેહને તેમના વતન લાવવામાં આવશે. રાયસંગજીના જીવન વિશે વાત કરીએ તો, સલીપુર ગામમાં રહેવાસી સવાજી ઠાકોરના પુત્ર રાયસંગજીએ કોલેજ પૂરી કરીને સેનામાં ફોર્મ ભર્યું હતું. પહેલા જ પ્રયત્નમાં પરીક્ષા પાસ કરી વર્ષ 2017 માં તેમની આર્મીમાં પસંદગી થઈ હતી. જાણવા મળ્યું છે કે, તેમનું પહેલું પોસ્ટિંગ જમ્મુ ખાતે થયું હતું અને જમવા બાદ સિક્કિમમાં ફરજ સોંપાઈ હતી.

શહીદ જવાન રાયસંગજી ઠાકોરના લગ્ન જીવનની વાત કરીએ તો, વર્ષ 2019 ના રોજ ગોરીસણા ગામે રહેતા અનુપજી ની દીકરી અસ્મિતા સાથે તેમના લગ્ન થયા હતા. લગ્નજીવન બાદ તેઓ એક બાળકના માતા પિતા બન્યા હતા. મિત્રો રાયસંગજીના મૃત્યુ બાદ ૮ મહિનાના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. તેમના પત્ની અસ્મિતા બહેને જણાવ્યું કે, તેઓ આવનારી 10 એપ્રિલના રોજ પાછા આવવાના હતા પરંતુ અત્યારે તેમના મોતના સમાચાર સામે આવ્યા છે. તેઓ 24 ડિસેમ્બરે ઘરે આવ્યા હતા અને 15 દિવસ રોકાઈને નવ જાન્યુઆરીએ પરત ફર્યા હતા.

V નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *