હનુમાન જયંતિના પર્વે સુરતમાં હનુમાનજીને ધરાવાયો 4500 કિલોનો વિશાળ લાડુ

સુરત(surat): આજના દિવસે દેશભરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી જોવા મળશે. ત્યારે સુરતમાં હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના…

સુરત(surat): આજના દિવસે દેશભરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી જોવા મળશે. ત્યારે સુરતમાં હનુમાન જયંતિની ઉજવણીના ભાગરૂપે મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના પાલ ખાતે આવેલા અટલ આશ્રમ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની વિશેષ ઉજવણીના ભાગરૂપે આ વર્ષે 4500 કિલોનો વિશાળ સવામણી લાડુ પ્રસાદ માટે બનાવવામાં આવ્યો છે. જેને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અટલ આશ્રમ ખાતે આ રીતની ઉજવણી છેલ્લા 2004થી કરવામાં આવે છે. વર્ષ 2004માં 551 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો હતો, જે આ વર્ષે 4500 કિલો સુધી પહોંચ્યો છે.

હનુમાન જયંતિની ધામધુમથી ઉજવણી 
દેશભરમાં આજે હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત શહેર પણ આ ઉજવણીમાંથી બાકાત રહ્યું નથી. સુરત શહેરમાં આવેલા વિવિધ મંદિરોમાં ઉત્સાહભેર તૈયારીઓ કરવામાં આવી છે. મંદિરોની અંદર રામધૂન, સુંદરકાંડના પાઠ, મહાપૂજા, મહાઆરતી, ભંડારા સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.

આજે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે અને મંદિરો જય બજરંગ બલીના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. ત્યારે સુરતના પાલ ખાતે આવેલા અટલ આશ્રમ ખાતે પણ હનુમાન જન્મોત્સવની વિશેષ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને છેલ્લા 3 દિવસથી અટલ આશ્રમમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. અહીં આ વર્ષે 4500 કિલોનો વિશાળ સવામણી લાડુના પ્રસાદનો ભોગ હનુમાન દાદાને ધરવામાં આવ્યો છે. જે પ્રસાદ રૂપે આપવામાં આવશે.

અટલ આશ્રમમાં આ વર્ષે 4500 કિલોનો લાડુ બનાવવાનું આયોજન કરાયું છે. ત્યારે આ લાડુ બનાવવા માટે અનેક ભક્તો જોડાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી આ માટેની તૈયારી કરવામાં આવી રહી છે. ભગવાનને આ લાડુ ધરાવ્યા બાદ તેની પ્રસાદી સ્વરૂપે ભક્તોને આપવામાં આવશે. જેને લઈ 30થી 40 હજાર ભક્તો તેનો લાભ મેળવશે.

1500 કિલો ચણાની દાળ, 2 હજાર કિલો ખાંડ, 70 તેલના ડબ્બા, સુકો મેવો મળીને 4500 કિલોનો લાડુ તૈયાર થશે. આ ઉપરાંત અહીં 2 હજાર કિલો બુંદી અને ગાઠિયા, 15 હજાર લીટર છાશ, પૂરી, શાક, દાળ-ભાતના પ્રસાદનું આયોજન અહીં કરવામાં આવ્યું છે.

અટલ આશ્રમના મહંત બટુકગીરી મહારાજે હનુમાન જયંતિની ઉજવણી અંગે જણાવ્યું હતું કે, આવતીકાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે 4500 કિલોનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે, જે અહીં દર્શન કરવા આવનાર ભક્તોને પ્રસાદરૂપે આપવામાં આવશે. મંદિરમાં સવારે 11 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. લાડુ બનાવવાનું આયોજન વર્ષ 2004થી કરવામાં આવ્યું છે.

અત્રે ઉલેખનીય છે કે, વર્ષ 2004માં 551 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધીમે ધીમે વધારો થતો ગયો અને વર્ષ 2023માં 4500 કિલોનો લાડુ તૈયાર કરવામાં આવશે. આ આયોજન અમે નહીં પરંતુ સ્વયં હનુમાન દાદા જ કરે છે. હનુમાન દાદા છે જ એટલે જ આ કાર્યકમ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *