સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ ખુબ ફેલાઈ રહ્યું છે ત્યારે આ કોરોનાની મહામારી સામે સેનિટાઈઝર એક હથિયાર ગણી શકાય. ત્યારે ચાર લોકોએ નશાની હાલતમાં સેનિટાઈઝર પી લીધું હતું, જાણીએ સમગ્ર ઘટના વિશે….
મળતી માહિતી મુજબ છતીસગઢમાં આવેલ રાયપુર શહેરમાં દારૂની જગ્યાએ સેનિટાઈઝર પી જવાથી બે વ્યક્તિના મૃત્યુ થયા છે અને અન્ય બે લોકોની હાલત ગંભીર છે. રાયપુર શહેરમાં લાલ ગંગા શોપિંગ મોલની પાછળની સાઈડ રાજીવ આવાસ બસ્તીમાં રવિવારના રોજ રાત્રે 4 લોકોએ દારૂની જગ્યાએ નશો કરવા માટે સેનિટાઈઝર પી ગયા હતા. ત્યારબાદ તેમની તબિયત લથડવાને કારણે ઘરના પરિવારજનો તેમને નજીકની આંબેડકર હોસ્પિટલ લઇ ગયા હતા. સોમવારના રોજ હોસ્પીટલમાં સારવાર દરમિયાન બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. સારવાર દરમિયાન વિજય ચૌહાણ અને રાજૂ છુરા નામના બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. તેમની સાથે સેનિટાઈઝર પીનારા અનિલ છેડિયા અને ચંદન તિવારીની સ્થિતિ ખુબ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ગોલ બજાર પોલીસ સ્ટેશનની પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. અત્યાર સુધી કરવામાં આવેલ તપાસમાં જાણવા મળ્યું છે કે સેનેટાઈઝરથી નશો થતો હોવાની વાત આ લોકોએ ક્યાંકથી સાંભળી હશે. ત્યારે બાદ આ લોકોને દારૂ ન મળવાને કારણે યુવકોએ સેનેટાઈઝર પીવાનું નક્કી કર્યું હતું. જયારે સેનેટાઈઝરનો ઉપયોગ માત્રને માત્ર હાથને ચોખ્ખા રાખવા માટે જ થાય છે. કોઈ વ્યક્તિએ દારૂની બોટલમાં જ તેમને સેનેટાઈઝર ભરીને આપી દીધું હશે જેની પણ તપાસ પોલીસ કરી રહી છે.
ગયા વર્ષે પણ સેનેટાઈઝર પીવાને કારણે યુવકનું થયું હતું મોત :-
ગત વર્ષે જ બાંસ ટાલ વિસ્તારમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. ત્યારે 45 વર્ષના દિનેશ સેંદ્રે અને 42 વર્ષના અસગર હુસૈન નામના વ્યક્તિઓ ચાલુ સારવારમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આજુબાજુના લોકોની પુછપરછ કરતા વાત જાણવા મળી હતીં કે મૃતકોને દારૂ પીવાની ટેવ હતી. છેલ્લા કેટલાક સમયથી લોકડાઉનના કારણે દારૂની દુકાન બંધ હતી, ત્યારે તે સમયમાં મૃતકોએ હેન્ડ સેનેટાઈઝરને દારૂ સમજીને પી લીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.