સુરતના ચિંતાજનક સમાચારઃ બેકારી-આર્થિક તકલીફને કારણે ચાર વ્યક્તિઓની આત્મહત્યા

હાલમાં કોરોનાકાળ દરમિયાન બેકારી તેમજ આર્થિક તકલીફ ખુબ જ વધી રહી છે. ઘણાં લોકો એવાં છે જે બેરોજગાર છે. આ દરમિયાન એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે જેમાં બેકારી તેમજ આર્થિક તકલીફને કારણે ચાર વ્યક્તિઓએ આત્મહત્યા કરી લીધી છે.

અલગ-અલગ બનાવમાં બેકારી અને આર્થિક તકલીફને કારણે ચાર વ્યક્તિઓએ આત્મહત્યા કરી લેતાં હોબાળો મચી જવા પામ્યો છે. મૂળ મહેસાણાના વતની રાજેશ હેમજાણી જે રાંદેરમાં પ્રશાંતનગરમાં રહેતા હતા. કાપડની દુકાનમાં નોકરી કરતાં રાજેશભાઈ છેલ્લા 25 દિવસથી બેરોજગાર હતા. જેને લીધે માનસિક રીતે કંટાળીને તેમણે ગુરુવારે રાત્રે ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

બીજી ઘટનામાં અડાજણમાં આવેલ શુભમ પેલેસમાં રહેતાં અશોકભાઈ પંડ્યા જે કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા હતા. પરંતુ લોકડાઉન બાદ કેટરિંગનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેઓ ડિપ્રેશનમાં રહેતા હતા. આ દરમિયાન ગુરુવારે તેમણે ઘરમાં ઝેર પીય લીધું હતું. તેમને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હતા.

વધુ એક બનાવમાં ઉમરવાડામાં આવેલ આશાનગરમાં રહેતા રવિ ચૌહાણે ગુરુવારે ઘરમાં એસિડ પીય લીધું હતું. તેને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ રવિનું મોત નિપજ્યું હતું. મૃતક રવિ પિતા સાથે શાકભાજીનો ધંધો કરતો હતો પરંતુ ધંધો ચાલી રહ્યો ન હોવાથી પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેને લીધે રવિએ અંતિમ પગલું ભરી લીધું હતું.

અન્ય એક બનાવમાં સચિન બરફ ફેક્ટરી પાસે ગુરુકૃપા સોસાયટીમાં રહેતાં સુગ્રીવ ગોડએ ગુરુવારે ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બેકાર સુગ્રીવને તેની પત્નીએ કામધંધો કરવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને ખોટું લાગી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોનાના લોકડાઉન પછી આર્થિક સંકડામણ અનુભવતા 14થી વધારે રત્નકલાકારો આત્મહત્યા કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *