જેઠે નાના ભાઈની પત્ની સાથે કર્યા એવા કારનામાં કે…, જાણીને રુવાડા ઉભા થઇ જશે    

ગુજરાતમાં -અવાર-નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. હાલમાં એક જેઠે પોતાના ભાઇની પત્નીને હાથમાં દુપ્પટો બાંધી પંખે લટકાવ્યા બાદ પોતાની માતાને વીડિયો કોલ કર્યો…

ગુજરાતમાં -અવાર-નવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. હાલમાં એક જેઠે પોતાના ભાઇની પત્નીને હાથમાં દુપ્પટો બાંધી પંખે લટકાવ્યા બાદ પોતાની માતાને વીડિયો કોલ કર્યો અને વહુની આ હાલત કરી છે તેમ બતાવ્યું. આ દરમિયાન પરિણીતાની સાસુએ કહ્યું કે, આને પતાવી નાખજે નહીં તો આપણને મારી નાખશે તેવું કીધા બાદ ફોન કાપી નાખ્યો અને જેઠે તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી છે. પરિણિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના લગ્નનો ગાળો છ વર્ષનો છે. તેને એક પુત્રી છે જે દિવાળી પછી તેમના માતા-પિતા સાથે રહે છે.

તેમના પતિ તેમનાથી અલગ આણંદ વિદ્યાનગર રહે છે. તેથી તે રાત્રે તેઓ પોતાના ઘરે એકલા હતા ત્યારે પોતાની પુત્રી સાથે વાત કરી રહ્યા હતા. તે જ સમયે તેમના જેઠ આવ્યા હતા અને કોની સાથે વાત કરો છો કહેતાં તેઓ દિકરી સાથે વાત કરવાનુ઼ કહ્યા પછી તેમણે ફોન આંચકી લીધો અને દરવાજો બંધ કર્યો હતો અને તેમના બન્ને હાથ દુપટ્ટાથી બાંધી દીધા અને પંખે લટકાવી દીધા હતા. ત્યારબાદ જેઠે ભોગ બનનારના સાસુને વીડિયોકોલ કરી આ બધું બતાવ્યું હતું જેમાં તેમના સાસુએ કહ્યું કે, તું તેને પતાવી નાખ નહીંતર એ તને મારી નાખશે.

વીડીયો કોલ પુરો કર્યા બાદ તેમના જેઠે નીચે ઉતારી અને ખાટલા ઉપર ફેંકી મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ જેઠે આ બનાવ પછી તું મને છોડીશ નહીં કહી પુત્રી અને પિતાના સમ ખવડાવ્યા બાદ ત્યાંથી ગયા હતા. પરિણીતાની ફરિયાદના આધારે પીઆઇ જે.એચ.ગઢવી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જેઠ દ્વારા પોતાના ભાઇની પત્નીને હાથ બાંધી પંખે લટકાવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાને અંજામ અપાયા બાદ જેઠે ભોગ બનનારને જો કોઇને આ વાતની જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.

આ સમગ્ર ઘટના રાપર તાલુકાના ખાંડેક ગામની છે. આ ઘટના બાદ બીજા દિવસે ભોગ બનનારી પરિણીતા પોતાના વતન પહોંચી હતી અને આ તમામ હકીકત તેમના માતા-પિતાને જણાવી હતી અને તેમણે હિંમતનગર પોલીસ અધિક્ષક, સાબરકાંઠાને ફરિયાદ કર્યા બાદ ત્યાંથી પુર્વ કચ્છ એસપી સુધી આ ફરિયાદ અરજી પહોંચ્યા બાદ ફરિયાદ નોંધાઇ હતી.​​​​​​​​​​​​​​

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *