શર્મસાર થયું અમદાવાદ! પરણીતાને ઊંઘની દવા પીવડાવી ચાર-ચાર નરાધમો ડાઘીયા કૂતરાની જેમ તૂટી પડ્યા

Four people raped a woman in Morbi: ગુજરાતમાંથી અવારનવાર બળાત્કારના કિસ્સાઓ સામે આવે છે. સગીરો અને છોકરીઓની સાથે સાથે પરિણીત મહિલાઓને પણ અવારનવાર નરાધમનો શિકાર બનાવવામાં આવે છે. હાલમાં મોરબી (Morbi) માં રહેતી પરિણીતા પર ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો છે. વ્યવસાયી મહિલાને દુકાનના ભાડા બાબતે ચર્ચા કરવા બોલાવી તેને ઊંઘનીની દવા પીવડાવી ચાર લોકોએ દુષ્કર્મ કરવાની ખબર સામે આવતા જ હોબાળો મચી ગયો છે.

જયારે મહિલાને સમગ્ર ઘટનાનું ભાન થયા પછી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. રીપોર્ટ મુજબ પકડાયેલા આરોપીઓ પૈકી 2 તો સગા સાળા-બનેવી છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના કોમર્શિયલ પરિસરમાં બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને ગુરુવારે તેની બાજુમાં દુકાન ચલાવતી મહિલા પાસેથી મેક-અપનો ઓર્ડર મળ્યો હતો અને તે પૂર્ણ કર્યા બાદ તે મહિલા વધારનો સમાન મુકવા તે તેની દુકાનમાં પાછી ગયી હતી.

તે સમયે દરમિયાન મહિલાની દુકાનની પાસે દુકાન ધરવતા યશ દેસાઈએ તેણીને દુકાનનું ભાડુ કહેવાના બહાને ઓફિસે બોલાવી હતી અને પછી ઉઘની દવા પીવડાવી હતી. આ સમયે નો લાભ લઇ ચાર લોકો એ દુષ્કર્મને અંજામ આપ્યો હતો.જો કે આ સમગ્ર મામાલની જાણ મહિલાએ તેના પતિને કરી પછી મહિલાએ યશ વિશ્વાસભાઈ દેસાઈ, ધરમ ઉર્ફે ટીનો પ્રવિણભાઈ ચૌહાણ, અભિ ઉર્ફે અભય દિનેશ જીવાની તેમજ રવિ દિલીપભાઈ ચૌહાણ નામના ચારેય શખ્સો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે ચારેય સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *