સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર દારુ પકડાયાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ ફરી એકવાર આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. વડોદરા જિલ્લા LCB પોલીસ કરજણ ટોલનાકે બાતમી આધારે કારની વોચમાં હતા ત્યારે કાર આવતા પોલીસે અટકાવી તો કારમાં 3 પુરુષ સહિત એક મહિલા તેમજ એક કુતરું હતું.
જેને કારણે પોલીસ વિચારવા લાગી હતી. આની સાથે જ જ્યારે કારની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી તો કારના બોનેટમાં એન્જિન પાસે વિદેશી દારૂની બોટલો મુકવામાં આવી હતી તથા ડિકીમાં પણ ચોરખાનું બનાવીને એમાં પણ વિદેશી દારૂની બોટલો મુકવામાં આવી હતી.
જેમા કુલ 57 નંગ કિંમત 44,000 કારની કિંમત કુલ 7,00,005 નંગ મોબાઇલ 21,000 એમ કુલ મળીને પોલીસ દ્વારા કુલ 7,65,000ના મુદ્દામાલની સાથે એક મહિલા તથા 3 પુરુષ સહિત 4 વ્યક્તિની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
વડોદરા જિલ્લા LCB પોલીસના જવાનો હેડ કોન્કોસ્ટેબલ વિપુલભાઈ અને મસૂલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ અને વીજયભાઈ કરજણ નેશનલ હવે 48.પર આવેલ ટોલનાકા પર મળેલ બાતમીને આધારે કારની વોચમાં હતા ત્યારે દમણ બાજુથી મળેલ બાતમી પ્રમાણેની કાર મળી આવતા તેને અટકાવતા કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં કૂતરું હતું.
જયારે ડ્રાઇવર સીટ પર શ્યામસુંદર મીઠુંલાલ શર્મા (રહેઠાણ. બી 53 હરીદર્શન સોસાયટી કઠવાડા રોડ એલવી હોસ્પિટલ અમદાવાદ) જયારે પાછળની સીટ પર ધર્મેન્દ્રસિંહ રામકુમારસિંહ ભદોરીયા (રહેઠાણ બી 505 બાપાશ્રીપાર્ક નવા નરોડા અમદાવાદ) હરગોવિંદ રામદાસ પંચાલ (રહેઠાણ 325 સેક્ટર 4 નીર્ણયનગર ચાંદલોડિયા અમદાવાદ) દિપ્તીબેન મુકેશભાઈ વ્યાસ (રહેઠાણ ઉમાકોલોની વાઘોડિયા રોડ, વડોદરા) બેસેલ હતા.
જેને લીધે પોલીસે તમામ લોકોને નીચે ઉતારીને કારની ઝીણવટ ભરી તપાસ કરતાં કારના બોનેટમાં એન્જિન પાસે તથા ડિકીમાં ચોરખાનું બનાવીને એમાં પણ વિદેશી દારૂની 57 નંગ બોટલો કુલ 44,000 કારની કિંમત 7,00,005 નંગ મોબાઇલ 21, 000 આમ કુલ મળીને પોલીસ દ્વારા કુલ 7,65,000ના મુદ્દામાલની સાથે એક મહિલા સહિત કુલ 3 પુરુષની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle