હાલમાં એક એવો વિડીયો સામે આવ્યો છે જેને જોઇને તમારા રુવાડા બેઠા થઇ જશે. આ વિડીયો(Dog bitten video)માં એક સાથે ચાર ડાઘીયા કુતરાઓ બાળક પર તૂટી પડે છે અને કરડી જાય છે. જો વાત કરવામાં આવે તો હૈદરાબાદ(Hyderabad)થી એક કાળજું કંપાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં કૂતરાઓના ટોળાએ ચાર વર્ષના બાળક પર હુમલો કર્યો. ડાઘીયા કૂતરાઓ બાળક પર તૂટી પડ્યા અને બાળકને ઢસડ્યુ. બાળકના રડવાનો અવાજ સાંભળીને બાળકના પિતા દોડી આવ્યા હતા અને તેને કૂતરાઓથી બચાવ્યો હતો. આ પછી તેઓ બાળકને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. કારણે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકનું મૃત્યુ થઇ ગયું હતું.
हैदराबाद से दर्दनाक मामला सामने आया है. यहां आवारा कुत्तों का झुंड एक चार साल के बच्चे पर टूट पड़ा. बच्चे की मौत हो गई pic.twitter.com/VWZxRC7Ncw
— Prabhanjan Bhadauriya (@Ravijalaun) February 21, 2023
નિઝામાબાદના રહેવાસી ગંગાધર હૈદરાબાદમાં રહે છે અને સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે. તેમનો પરિવાર પણ અહીં રહે છે. ગંગાધર જે બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ છે ત્યાં કૂતરાઓએ તેના બાળક પર હુમલો કર્યો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાળક ક્યાંક જઈ રહ્યો છે, ત્યારે પાછળથી ત્રણ કૂતરા આવીને તેના પર તૂટી પડે છે.
સીસીટીવીમાં જોઈ શકાય છે કે, કૂતરાઓએ હુમલો કર્યા બાદ બાળક જમીન પર પડે છે. આ પછી કૂતરાઓ તેને કરડવા લાગે છે. બાળક લોહીથી લથબથ થઈ જાય છે. બાળકના રડવાનો અવાજ સાંભળીને પિતા ગંગાધર તેની પાસે દોડી આવ્યા. આ પછી તેઓ બાળકને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ સારવાર પહેલા બાળકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
દેશભરમાં કૂતરાઓનો આતંક:
બિહાર, ઉત્તર પ્રદેશથી લઈને મહારાષ્ટ્ર, ગુજરાત સુધી કૂતરાના આતંકના સમાચારો સામે આવી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતના સુરતમાં પણ રખડતા કૂતરાઓએ આતંક મચાવ્યો છે. સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં છેલ્લા 15 દિવસમાં કૂતરા કરડવાના 477 કેસ નોંધાયા છે. જે લોકો કૂતરાનો શિકાર બન્યા છે તેમાં ત્રણ વર્ષના બાળકોથી લઈને વૃદ્ધોનો સમાવેશ થાય છે. કૂતરાઓએ ટુ વ્હીલર અને રાહદારીઓ પર પણ હુમલો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.