આ સફાઈકર્મીએ પોતાની પરસેવાની કમાણીથી લાઈબ્રેરી બનાવી, અસામાજિક તત્વોએ ચાંપી દીધી આગ 

હાલમાં આ કોરોના કાળમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. એક તરફ એક સફાઈકર્મીએ પોતાની જિંદગીભરની પરસેવાની કમાણીથી પાઈ-પાઈ જોડીને ગ્રામજનો માટે એક પુસ્તકાલય બનાવ્યું. બીજી…

હાલમાં આ કોરોના કાળમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. એક તરફ એક સફાઈકર્મીએ પોતાની જિંદગીભરની પરસેવાની કમાણીથી પાઈ-પાઈ જોડીને ગ્રામજનો માટે એક પુસ્તકાલય બનાવ્યું. બીજી તરફ કેટલાંક અસામાજિક તત્વોએ મળીને તેને આગચંપી દીધી. જેને કારણે લાઈબ્રેરીમાં સંગ્રહ કરેલા અંદાજે 11 હજાર કરતા પણ વધારે વિવિધ વિષયોના પુસ્તકો બળીને ખાખ થઈ ગયા હતા.

સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં એક સફાઈકર્મીએ પરસેવાની કમાણીથી ગ્રામજનો માટે લાઈબ્રેરી ખોલી અને તેમાં અંદાજે 11 હજાર કરતા વધારે પુસ્તકો એકત્રિત કરી સંગ્રહ કર્યા. જોકે, કેટલાંક અસામાજિક તત્વોને આ વાત કણાની જેમ ખૂંચતી હતી. અને આખરે તેમણે પોતાના આવા ગંદા ઈરાદાઓને અંજામ આપવા માટે આ વિદ્યાના મંદિર સમાન પુસ્તકાલયને પોતાનો ટાર્ગેટ બનાવ્યો.

અસામાજિક તત્વોએ પુસ્તકાલયમાં આગ ચાંપી દીધી. જેને કારણે અહીં રાખવામાં આવેલા હજારો પુસ્તકો બળીને ખાખ થઈ ગયા. જાણવા મળ્યું છે કે, સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે જાણ કરવામાં આવતા હાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ સોશીયલ મીડિયા પર આ ઘટનાની જાણ થતાં જ આ લાઈબ્રેરીને ફરી ઉભી કરવા માટે સંખ્યાબંધ લોકો દાતા બનીને સામે આવી રહ્યાં છે અને તેઓ આ પુસ્તકાલયને ફરી શરૂ કરવા માટે યોગદાન આપવા માટે તૈયાર થઈ રહ્યા છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર લાઈબ્રેરીને કેટલાંક અસામાજિક તત્વોએ પોતાનો ટાર્ગેટ બનાવી હતી. પોલીસે જણાવ્યું કે, આગ એટલી વિકરાળ હતી કે અહીં મુકેલી તમામ પુસ્તકો બળીને ખાખ થઈ ગઈ. જાણવા મળ્યું છે કે, લાઈબ્રેરીમાં મોટી સંખ્યામાં ગીતા, કુરાન, બાઈબલ અને અન્ય સાહિત્યિક પુસ્તકો પણ હતાં.

પોતાના પરસેવાની કમાણીથી પાઈ-પાઈ જોડીને અહીંના 62 વર્ષના સૈયદ ઈશહાકે વર્ષ 2011માં આ લાઈબ્રેરી બનાવી હતી. સૈયદ ઈશહાક પોતે એક સફાઈકર્મી તરીકે કામ કરે છે. તેમણે પોતાની મહેનતની કમાણીથી આ લાઈબ્રેરી તૈયાર કરી હતી. અહીંના ગ્રામજનો અને ખાસ કરીને યુવા પેઢીને ભણાવવાનું તેમનું સપનું હતું. તેમને નાનપણથી ભણવાનો ખુબ જ શોખ હતો. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેઓ ભણી શક્યા ન હતા. એટલાં માટે તેમણે એવું બીડું ઝડપ્યું કે, હવેથી તેમના ગામમાં કોઈ નિરક્ષર ન રહેવું જોઈએ. આ કિસ્સો કર્નાટકનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *