ફિફા વર્લ્ડ કપમાં હાર બાદ ફ્રાન્સમાં ફાટી નીકળ્યા તોફાનો, રસ્તા પર ઉતરી આવ્યા લોકો- વાહનો ફૂંકી માર્યા

આર્જેન્ટિના(Argentina)એ ફાઇનલમાં ફ્રાન્સ(France)ને હરાવીને ફિફા વર્લ્ડ કપ 2022(FIFA World Cup 2022)નો ખિતાબ જીત્યો હતો. પેનલ્ટી શૂટઆઉટ સુધી ચાલેલી આ મેચમાં આર્જેન્ટિનાએ 4-2થી જીત મેળવી હતી. ફાઈનલમાં હાર બાદ ફ્રાન્સના ચાહકોનો ગુસ્સો સાતમાં આસમાને પહોચી ગયો છે અને દેશના જુદા જુદા ભાગોમાં તોફાનો જેવી સ્થિતિ સર્જાઈ છે.

સ્થાનિક અહેવાલો અનુસાર, આર્જેન્ટિનાના હાથે હાર બાદ પેરિસમાં ભીષણ હિંસા થઈ હતી અને ચાહકોએ વાહનોમાં તોડફોડ કરી હતી અને આગ ચાંપી હતી. અહીં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.

ફિફા વર્લ્ડ કપની ફાઈનલ માટે ફ્રાન્સના અલગ-અલગ શહેરોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અહીં મોટી સ્ક્રીન પર વર્લ્ડ કપની ફાઇનલ જોવામાં આવી રહી હતી, આ દરમિયાન મેચનું વાતાવરણ ગરમ થતાં ચાહકોના ધબકારા પણ વધી ગયા હતા.

પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને હારનો સામનો કરવો પડ્યો કે તરત જ સ્થિતિ બેકાબૂ બની ગઈ અને અલગ-અલગ શહેરોમાંથી હિંસાના સમાચાર સામે આવ્યા. પેરિસ ઉપરાંત લાયનમાં પણ પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા, અહીં પણ ચાહકોએ વાહનોને આગ ચાંપી હતી.

ફ્રાન્સના અલગ-અલગ શહેરોમાંથી કેટલાક વીડિયો અને તસવીરો સામે આવી છે, જેમાં લોકો કારમાં તોડફોડ કરતા અને આગ લગાવતા જોવા મળે છે. પેરિસમાં પહેલાથી જ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી, પરંતુ તેની કોઈ અસર જોવા મળી ન હતી. કારણ કે લાખો ચાહકો રસ્તા પર હતા અને તેઓ ફાઇનલમાં હાર બાદ જ બેકાબૂ બની ગયા હતા.

ફિફા વર્લ્ડ કપ ફાઇનલની વાત કરીએ તો કતારના લુસેલ સ્ટેડિયમમાં આયોજિત આ ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને 4-2થી હરાવ્યું હતું. આ મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટથી આવ્યો હતો. મેચનો નિર્ધારિત સમય પૂરો થયો ત્યારે સ્કોર 3-3 હતો, ફ્રાન્સ માટે આ મેચમાં Mbappeએ હેટ્રિક ફટકારી હતી જ્યારે લિયોનેલ મેસીએ બે ગોલ કર્યા હતા. આર્જેન્ટિનાએ આ વર્લ્ડ કપ પેનલ્ટી શૂટઆઉટમાં જીતીને તેના 36 વર્ષના દુષ્કાળનો અંત લાવી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *