સુરત(Surat) શહેરમાં હત્યા(Murder), છેતરપીંડી(Fraud), લુટ-ફાટ વગેરેના કેસો દિવસેને દિવસે ખુબ જ વધતા જઈ રહ્યા છે. સલામત ગણાતું આ શહેર હવે ક્રાઈમ સીટી(Crime City) બની ગયું છે. ત્યારે હાલમાં જ વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી અનુસાર આ મામલામાં યશ વર્લ્ડ કંપની (Yash World Company)ના માલિકની છેતરપીંડીના કિસ્સામાં ધરપકડ કરવામાં આવી છે.
વાસ્તવમાં, સુરતનો રહેવાસી યશ ખેની જે યશ વર્લ્ડ કંપનીનો માલિક છે. તેણે વિદ્યાર્થીઓને સસ્તામાં ટેબ્લેટ આપવાની જાહેરાત કરી હતી. જેથી ટેબ્લેટ ખરીદવા વિદ્યાર્થીઓને પણ લાલચ જાગી હતી. મળતી માહિતી અનુસાર, આરોપીએ રૂ. 1050 માં વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની જાહેરાત કરી હતી. સસ્તામાં ટેબ્લેટ મળતું હોવાથી વિદ્યાર્થીઓ પણ આ માયાજાળમાં ફસાઈ ગયા હતા અને દરેકે ૧,૦૫૦ રૂપિયા જમા કરાવી દીધા હતા, પરતું આ કોઈને પણ ટેબ્લેટ મળ્યા નહોતા. આરોપીએ કેટલાય વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની રકમ ઉઘરાવી લીધી હતી.
એક અહેવાલ અનુસાર, આ આરોપીએ ટેબ્લેટના નામ પર 1,797 વિધાર્થીઓ સાથે 19 લાખની છેતરપીંડી આચરી હતી. વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન મળતા વિદ્યાર્થીઓએ આ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સુરતના ECO સેલએ યશ ખેની નામના આરોપીની ધરપકડ કરી છે. આ સિવાય તેમણે જણાવ્યું છે કે, સુરતમાં યશ વર્લ્ડ કંપની ધર્વરા વિરુધ્દ આની પહેલા પણ આ જ રીતે અન્ય ગુના આચાર્યની ફરિયાદ નોંધાઈ ચુકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.