સુરત: લૂમ્સમાં કામ કરતા કારીગરને વીજ કરંટ લાગતા મશીન ઉપર જ ઢળી પડ્યો- જુઓ મોતનો LIVE વિડીયો

સુરત(Surat): શહેરના પાંડેસરા (Pandesara)ના બમરોલીમાં વીજ કરંટ (Surat Electric shock death) લાગતા એક વ્યક્તિનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો લૂમ્સના ખાતા (Looms machine)માં કામ કરતા કામદાર ને વીજ કરંટ (Surat Electric shock death) લાગતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઇને પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી. તો બીજી બાજુ કામદારને કરંટ લાગ્યો હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી છે.

મહત્વનું છે કે, સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં અવારનવાર અકસ્માતોના બનાવ સામે આવતા રહેતા હોય છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા ભમરોલી વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલમાં લુમ્સના ખાતામાં કામ કરી રહેલા એક કર્મચારીને ફરજ દરમિયાન વીજ કરંટ લાગ્યો હતો. જેને કારણે તેનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલ કર્મચારીનું નામ દીપક પાટીલ હોવાનું સામે આવ્યું છે. તેની ઉંમર 34થી 35 વર્ષ છે. દીપક પાટીલ પાંડેસરા વિસ્તારમાં આવેલા શિવાજી નગરમાં રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે. દિપક ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીમાં આવેલા 85-86 નંબરના ખાતામાં કામ કરી રહ્યો હતો. આ ઘટનાને લઈને  પોલીસને માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇને અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી બાજુ આ આકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, દીપક જ્યારે લુમ્સના ખાતામાં કામ કરતો હોય છે ત્યારે પાવર પ્લગ સાથે જોડાયેલ ઇસ્ત્રીને તે હાથમાં લઈ લે છે. ઇસ્ત્રી હાથમાં લેતાની સાથે જ દિપકને જોરદાર વીજ કરંટ લાગે છે અને ત્યારબાદ દીપક લુમ્સના મશીન પર જ ઢળી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *