સુરતમાં કરોડોનું ઉઠામણું કરનાર ગોવાથી ઝડપાયો- ગામના બુચ મારી કસીનોમાં રમતો હતો જુગાર

સલામત ગણાતું સુરત(Surat) હવે ક્રાઈમ સીટી(Crime City) બનતું જાય છે. અહી દિવસેને દિવસે હત્યા(Murder), લુટ-ફાટ, ઠગાઈ(Fraud) વગેરેના કેસો ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. ત્યારે…

સલામત ગણાતું સુરત(Surat) હવે ક્રાઈમ સીટી(Crime City) બનતું જાય છે. અહી દિવસેને દિવસે હત્યા(Murder), લુટ-ફાટ, ઠગાઈ(Fraud) વગેરેના કેસો ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. ત્યારે હાલમાં આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સારોલીગામ રાજ ટેક્ષટાઇલ માર્કેટ (Saroligam Raj Textile Market)ના લેભાગુ વેપારી પંકજ સચદેવાએ 3.92 કરોડમાં ઉઠામણું કરી ફરાર થઈ ગયો હતો.

ગ્રે-કાપડનો માલ લઈ બારોબાર લુધીયાણા (Ludhiana)માં વેચી નાખી સુરતના 7 વેપારીઓને ચૂનો ચોપડ્યો હોવાનું ફરિયાદ બાદ પંકજને ગોલાના કસિનોમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ વેપારી ફ્લાઈટ મારફતે ગોવા(Goa) જઈ કસિનોમાં જુગાર રમતો હતો. તેને જુગાર રમવાની આદત હતી.

તપાસ ઈકોસેલને સોંપવામાં આવી હતી:
મળતી માહિતી અનુસાર, અહી એક કાપડનો વેપારી 3.92 કરોડમાં ઉઠામણું કરી ફરાર થઈ ગયો હતો. વેપારી પંકજ સચદેવાએ 3.92 કરોડથી વધુનો ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લઈ બારોબાર લુધીયાણામાં વેચી નાખી સુરતના 7 વેપારીઓને કરોડોનો ચૂનો લગાડ્યો હતો. ત્યારબાદ કાપડ દલાલ સાથે ફરાર થયો હતો. આ અંગે વેપારી કૌશલ રાઠીએ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે કાપડ વેપારી પંકજ રમેશચંદ્ર સચદેવા અને કાપડ દલાલ સરીન અરવિંદલાલ ચેવલી સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ ઈકોસેલને સોંપવામાં આવી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

3.92 કરોડનો માલ લઈ નાણા ન આપી ફરાર થયો હતો
આ વેપારીએ કરોડોના ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લીધો હતો. તેમજ ગૌતમ શેઠ પાસેથી 1 કરોડ, રંજનીકાંત લાલવાળા પાસેથી 9.94 લાખ, કેતન સનરાઈ પાસેથી 1.13 કરોડ, આકાશ શાહ પાસેથી 8.46 લાખ, મિતુલ મહેતા પાસેથી 15.11 લાખ અને નીતીન નવાબ પાસેથી 6.29 લાખનો ગ્રે-કાપડનો માલ ક્રેડિટ પર લીધો હતો. ટોટલ સાત વેપારીઓની પાસેથી ગ્રે-કાપડનો રૂ. 3.92 કરોડનો માલ લઈ નાણા ન આપી ફરાર થયો હતો અને ગોવા જઈ કસિનોમાં જુગાર રમતો હતો.

ગોવાના કસિનોમાંથી ઝડપાયો:
આરોપીને જુગાર રમવાની આદત હોવાથી તે ગોવાના ડેલટીન કસિનોમાં વીઆઈપી મેમ્બર છે. જુગાર રમવા માટે દિલ્હી ફરીદાબાદથી ફ્લાઈટમાં ગોવા દર પંદર દિવસે જતો હતો. ગોવામાં ચાર-પાંચ દિવસ રોકાઈની જુગાર રમતો હતો. છેતરપિંડીના રૂપિયા જુગારમાં હારી ગયો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. આ દરેક વાત પંકજે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવી હતી. હાલ પણ આરોપીની ધરપકડ કસિનોમાંથી જ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *