સુરતના યુવાધનના હાથે પહોચે એ પહેલા જ પોલીસે લાખોનું MD ડ્રગ્સ જપ્ત કર્યું

ભરૂચ(ગુજરાત): હાલમાં ભરૂચ(Bharuch) જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ મથક(Ankleshwar Rural Police Station)ની હદમાંથી પકડાયેલા એમ.ડી.ડ્રગ્સ (M.D. Drugs) મામલામાં સપ્લાયરને સુરત એસઓજી પોલીસ(Surat SOG Police) દ્વારા ઝડપી…

ભરૂચ(ગુજરાત): હાલમાં ભરૂચ(Bharuch) જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ મથક(Ankleshwar Rural Police Station)ની હદમાંથી પકડાયેલા એમ.ડી.ડ્રગ્સ (M.D. Drugs) મામલામાં સપ્લાયરને સુરત એસઓજી પોલીસ(Surat SOG Police) દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, ભરૂચ એસઓજી પોલીસ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી સુરીફ ઉર્ફે સદામ ઐયુબ ચૌહાણ, રીઝવાન અબ્દુલ સતાર સૈયદ, તથા એમ.ડી. ડ્રગ્સ લાવનાર આરોપી સાદાબોદિન ઉર્ફે સાદાબ સીરાજુદિન શેખને 2.73 લાખની કિમતના 27 ગ્રામ 380 મિલી ગ્રામ એમ.ડી.ડ્રગ્સ તેમજ એક કાર મળી કુલ 5.30 લાખની મત્તા કબજે કરવામાં આવી છે.

આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, આ ડ્રગ્સ મોહમદ અલ્તાફ ઉર્ફે સલ્લુ કડોદરાવાળા નામના ઇસમ પાસેથી લાવવામાં આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ભરૂચ એસઓજી પોલીસ દ્વારા સુરત એસઓજી પોલીસ સાથે સંકલન સાથે આરોપી બાબતની માહિતી આપવામાં આવી હતી.

આ બનાવ અંગે તપાસ કરી રહેલ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ડ્રગ્સનો જથ્થો આપનાર ઇસમ લાલગેટ સ્થિત આઈપીમિશન સ્કુલ પાસે આવવાનો છે અને લાવનાર વ્યક્તિનું નામ મોહમદ અલ્તાફ ઉર્ફે સલ્લુ કડોદરાવાલા ઇસમનું સાચું નામ મોહમદ અલ્તાફ ઉર્ફે સલ્લુ કડોદરાવાળો અબ્દુલર સતાર શેખ છે. બાતમીના આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવી તેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે મુંબઈ ખાતેથી ચોરી છુપીથી ડ્રગ્સ લાવી છૂટકમાં વેચાણ કરતો હતો અને આજથી બે મહિના પહેલા ભરૂચ રહેતા હતાં. તેણે તેના ઓળખીતા બે મિત્રોને ડ્રગ્સ આપ્યું હતું. પરંતુ, તે બંને પણ ભરૂચ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા અને તે કેસમાં આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી તે ઘરેથી ભાગી ગયો હતો. આ બનાવમાં પોલીસ દ્વારા અન્ય કોણ કોણ સામેલ છે તે અંગેની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *