સ્વ હેતલ હેલ્થ કેર ફાઉન્ડેશન દ્વારા પ્રથમ પુણ્યતિથિએ સ્ત્રીરોગ કેન્સર જાગૃતિ અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન

સુરત શહેરમાં અવારનવાર કોઈને કોઈ વ્યક્તિ દ્વારા કે સંસ્થાઓ દ્વારા સ્ત્રીરોગ કેન્સર જાગૃતિ અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું રહેતું હોય છે. ત્યારે હાલમાં જ ફરી એક વખત સ્ત્રીરોગ કેન્સર જાગૃતિ અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પમાં મહિલાઓને કેન્સર જાગૃતિ અંગે કઈક ને કઈક શીખવા  મળશે.

સુરતમાં સ્વ હેતલ હેલ્થ કેર ફાઉન્ડેશન દ્વારા સ્વ. હેતલબેન સીધ્ધ્પરાની પ્રથમ પુણ્ય તિથી નિમિતે સ્ત્રીરોગ કેન્સર જાગૃતિ અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્ત્રીરોગ કેન્સર જાગૃતિ અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન આવતી કાલે એટલે કે તારીખ 25-08-2021ને બુધવારને રોજ કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં કેન્સર જાગૃતિ કાર્યક્રમ નો સમય સવારે 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રહેશે. જયારે ફ્રી નિદાન કેમ્પ(કેન્સર)નો સમય બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી રહેશે.

સ્ત્રીરોગ કેન્સર જાગૃતિ અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન જે.ડી ગાબાણી હોલ, શ્રી સૌરાષ્ટ્ર પટેલ ભવન, માનગઢ ચોક, મીની બજાર, વરાછા રોડ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સ્ત્રીરોગ કેન્સર જાગૃતિ વિશે સમજુતી પૂરી પાડવામાં આવશે અને સાથે સાથે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *