સુરત(ગુજરાત): હાલ આમ આદમી પાર્ટીનું વીજળી આંદોલન નિરંતર ગુજરાતના દરેક શહેરમાં આગળ વધી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ ભાજપ સરકાર પાસે ફ્રી વીજળીની માંગ કરતા દરેક જિલ્લાના કલેક્ટરોને આવેદન પત્રો આપી ચુક્યા છે. આ સાથે જ તેઓ હજારો લોકોનો જનસંપર્ક કરતા ફ્રી વીજળી માટેનું આંદોલન પણ આગળ વધારી રહ્યા છે.
જાણવા મળ્યું છે કે, ભ્રષ્ટ ભાજપના ડર વગર સતત આગળ વધી રહેલા આમ આદમી પાર્ટીના વીજળી આંદોલન હેઠળ અમદાવાદ શહેરના ચાંદખેડા ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી અને પ્રદેશ મહિલા પ્રમુખ ગૌરી દેસાઈએ મોંઘી વીજળી સામે વિરોધ નોંધાવ્યો છે.
આમ આદમી પાર્ટીના વીજળી આંદોલન દરમિયાન સુરતમાં ગઈકાલે મજુરા વિધાનસભામાં વીજળી સસ્તી કરોની માંગ સાથે મશાલ યાત્રા નીકળે તે પહેલા જ ‘આપ’ કોર્પોરેટર અને કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી! આ સાથે મહિધરપુરામાં ચાલી રહેલા ‘આપ’ના વીજળી આંદોલન દરમિયાન પણ ‘આપ’ના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
ભ્રષ્ટ ભાજપ ગમે તેટલા પ્રયત્નો કરી લે, આમ આદમી પાર્ટી સત્ય અને ઈમાનદારીનો માર્ગ ક્યારેય નહિ છોડે એ વિશ્વાસ સાથે જ થોભ્યા વગર મહિધરપુરા પોલીસ સ્ટેશનમાંથી અટકાયત થયા બાદ બહાર નીકળી ફરી ‘આપ’ના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં ફ્રી વીજળી આંદોલન શરૂ કરવામાં આવ્યું.
આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ફ્રી વીજળી આંદોલન અંતર્ગત પદયાત્રા અને મશાલ યાત્રાનું આયોજન કરીને હજરો લોકોનો જનસંપર્ક કરવામાં સફળ થઇ રહ્યા છે. જેમાં ‘આપ’ દ્વારા અમદાવાદ શહેરમાં સાબરમતી, નારણપુરા, નવાવાડજ તથા ચાંદખેડા, સુરતમાં મહિધરપુરા, કરંજ તથા વરાછા, ગાંધીનગર, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને રાજકોટ ખાતે પદયાત્રા તથા મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા 27 વર્ષથી ચાલી રહેલા ભાજપના અત્યાચારો પર અંકુશ લગાવા આમ આદમી પાર્ટી ગુજરાતની આશાની કિરણ બનીને આગળ આવી છે. આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર અને દેશભક્તોની પાર્ટી છે જેને હંમેશા જનહિત માટે પગલાં ભર્યા છે અને દેશમાં સુશાસનનું એક વ્યવસ્થિત ઉદારણ સ્થાપ્યું છે. તેની જાણ હવે ગુજરાતની જનતાને પણ છે. એટલે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની વિજય નિશ્ચિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.