સુરત(Surat): મહાનગરપાલિકા(SMC) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમાચાર સાંભળીને સુરતીલાલાઓ ખુશીથી જુમી ઉઠશે. મહાનગરપાલિકા દ્વારા આજથી સુરતી લાલાઓ એક મહિના માટે બસ સેવા ફ્રી કરી દેવામાં આવી છે. સુરત મની કાર્ડ(Money card)નો ઉપયોગ કરનાર લોકો માટે આ ફ્રી સેવા જાહેર કરવામાં આવી છે. મની કાર્ડ થી ટેપ કરીને મુસાફરી કરનાર વ્યક્તિને એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં.
દરરોજના 11,000 કરતાં પણ વધારે લોકો મની કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે:
મહાનગરપાલિકાની જાહેર પરિવહન સેવાનો શહેરીજનો વધુમાં વધુ લાભ લઈ શકે એ માટે ડિજિટલ કેશલેસ ટ્રાન્જેક્શનને પ્રાધાન્ય આપવા માટે આજથી આગામી 30 સપ્ટેમ્બર સુધી સુરત મની કાર્ડ તથા સીટી લિંક મોબાઇલ એપ ના માધ્યમથી ટિકિટ બુક કરનારને 100 ટકા રાહત આપવામાં આવશે. શહેરી બસ સેવાને લોકપ્રિય બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા આ મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સીટી લીંક ની એપ્લિકેશન થી ટિકિટ બુક કરનાર વ્યક્તિઓને 100 ટકા રાહત મળવા પાત્ર થશે. જણાવી દઈએ કે સુમન પ્રવાસ ટિકિટ યોજના સફળ રહ્યા બાદ નગરપાલિકા દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રોજના 11,000 કરતાં પણ વધુ લોકો મની કાર્ડનો ઉપયોગ કરે છે. સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસના 13 અને સીટી બસના 45 રૂટ પર આ સેવાનો લાભ મળવા પાત્ર થશે.
આ સેવા શરૂ કરવાનો મુખ્ય ધ્યેય એ છે કે, લોકો આના દ્વારા વધુમાં વધુ સીટી બસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરે. તમને જણાવી દઈએ કે, મહાનગરપાલિકા ની જાહેર પરિવહન સેવામાં મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર ભારત દેશમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં એક ટિકિટ થી સીટી બસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરી શકાય છે. ત્યારે આ સુરત શહેરમાં બીઆરટીએસ ના 13 રૂટ તેમજ સીટી બસના 45 રૂટ ઉપર અંદાજે દરરોજના 2.30 લાખ લોકો મુસાફરી કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.