બીમાર મિત્રને સારવાર અર્થે લઇ જતા મિત્રોને મધરાતે થયો કાળનો ભેટો- એકસાથે ત્રણ પરિવારના દીપક બુજાયા

અકસ્માત (accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે,સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે(Surendranagar-Viramgam Highway) પર લખતરના કડુ ગામ પાસે અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ અંગે પોલીસ દ્વારા યુવકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર(Lakhtar) હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ છે.

યુવકને હોસ્પિલ લઇ જવા મિત્રો નીકળ્યા હતા:
મળતી માહિતી અનુસાર, લખતરના કડુ ગામના રહેવાસી એક યુવાનને તાવ આવતો હતો. જે યુવાનની તબીયત ગતરાત્રે વધારે લથડતાં અન્ય બે યુવાનો રાત્રે ચાર વાગ્યાના અરસામાં તેને હોસ્પિટલ લઇ જવા બાઇક લઇને નીકળ્યા હતા. તે દરમિાન આ અકસ્માત સર્જાયો હતો.

ટ્રકની પાછળ બાઇક ઘૂસી ગયું:
હોસ્પિટલ જતા સમયે ગામથી થોડે આગળ જતાં જ હાઇવેની સાઇડમાં ઉભેલી એક બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી ગયું હતું. બાઇક ટ્રકની પાછળ ઘૂસતાં જ ત્રણેય યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ત્રણેય યુવકોના મૃતદેહોને પી.એમ અર્થે લખતરની સરકારી હોસ્પિટલમાં ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે નાના એવા કડુ ગામમાં શોકની લાગણી ફેલાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *