કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન અને કડક નિયમો લગાવવામાં આવ્યા છે. આવી કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં પોલીસ તંત્ર રસ્તાઓ પર લોકડાઉનને અનુસરવા ખડે પગે ઉભી છે.
જયારે લોકડાઉન વચ્ચે ઘણા રાજ્યો અને જીલ્લા પોલીસ લોકોને લોકડાઉનના નિયમોનું પાલન ન કરવા બદલ જુદી જુદી સજા આપી રહ્યા છે. ત્યારે કેટલાક રાજ્યોમાં લોકડાઉનના નિયમો તોડવામાં આવે છે. ત્યારે પોલીસ લોકોને જુદી જુદી સજા આપે છે. તો ક્યારેક પોલીસ લોકોને રસ્તા પર કસરત કરાવે છે તો ઘણી જગ્યાએ લોકોને ઉભા રાખીને દંડ પણ વસુલવામાં આવે છે.
મધ્યપ્રદેશના દતિયા અને ભીંડ જિલ્લામાં લોકડાઉન દરમિયાન જો કોઈ વ્યક્તિ લોકડાઉનના નિયમો તોડવા પર અનોખી સજા આપવામાં આવી રહી છે. જે સોશીયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બની છે. કોરોનાના કર્ફ્યુનું ઉલ્લંઘન કરવાને બદલે તે લોકોને પોલીસ દેડકા બનાવીને દોડાવવાની અને નગીન ડાન્સ કરાવવાની સજા આપી રહ્યા છે.
ત્યારે દતિયા જીલ્લાના રાજગઢ ચોક પર પોલીસ જવાનોએ કર્ફ્યુંમાં બહાર નીકળેલા લોકોને સજા તરીકે નાગિન ડાન્સ અને ઉઠક બેઠક કરવી હતી. ત્યારબાદ પોલીસ જવાનોને સમજાવીને ઘરે મોકલવામાં આવ્યા હતા. જેનો વિડીઓ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
રાજગઢ ચોકડીના પ્રભારી એવા વાય એસ તોમરે ગુરૂવારના રોજ જણાવતા કહ્યું છે કે લોકોને ખુબ જ સમજાવવા છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. લોકો ઘરની બહાર ન નીકળે તે માટે અમે ઘણી અલગ અલગ રીતો અજમાવી રહ્યા છીએ. સાથે રાજગઢ ચોકડીના પ્રભારી એવા વાય એસ તોમરે કહ્યું કે ” અમે લોકોને સજા તરીકે ક્યારેક રામ નામ લખવાની સજા આપી છીએ તો ક્યારેક ઉઠક-બેઠક તો ક્યારેક મરઘા પણ બનાવવામાં આવે છે. એટલું જ નહિ અમે તે લોકોની આરતી પણ ઉતારીએ છીએ અને ડાન્સ પણ કરાવી રહ્યા છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.