સુરતમાં પાર્ક કરેલી બાઈકમાં લાગી અચાનક આગ, સમગ્ર વિસ્તારમાં છવાયો ભયનો માહોલ- જુઓ ભયાનક વિડીયો

સુરત(ગુજરાત): સુરતમાંથી એક બાઈક અચાનક ધડાકા સાથે સળગવા લાગી હતી. આ ઘટના સુરતના લિંબાયતની સાંઈ કૃપા સોસાયટીની છે. આ ઘટના બાદ લોકોમાં ડરનો માહોલ જોવા…

સુરત(ગુજરાત): સુરતમાંથી એક બાઈક અચાનક ધડાકા સાથે સળગવા લાગી હતી. આ ઘટના સુરતના લિંબાયતની સાંઈ કૃપા સોસાયટીની છે. આ ઘટના બાદ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, બાઇકમાં લાગેલી આગમાં બાજુમાં પાર્ક એક સાયકલ પણ આખી સળગી ગઈ હતી.

જોકે, ફાયરની ટીમ સમય સર દોડી આવતા પાલિકાના ટેમ્પાને બચાવી લેવાયો હતો. હજુ આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું ન હતું.

યોગેશ મહેન્દ્ર જાદવના જણાવ્યા અનુસાર, કંઈ ખબર જ ન પડી, બસ ધડાકાનો અવાજ આવ્યો ને દોડીને નીચે ઉતર્યા તો બાઇક સળગતી હતી. કંઈ સમજ પડે એ પહેલાં તરત ફાયરને જાણ કરી હતી. ફાયરની ટીમ આવે એ પહેલાં બાજુમાં પાર્ક એક નવી સાયકલ પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી.

થોડાક જ ક્ષણોમાં બન્ને બળીને ખાક થઈ ગયા હતા. બાઇક તો 2016 નું મોડલ હતું. જયારે બર્નીગ બાઇકની આગથી પાલિકાના ટેમ્પાને બચાવી લેવાયો હતો.  યોગેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ફાયરની ટીમ આવ્યા પછી થોડીક જ મિનિટોમાં આગ કાબૂમાં આવી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *