દેશમાં ચાલી રહેલા કોરોનાવાયરસના કરને લોકડાઉન વચ્ચે ભારતીય રેલવે યાત્રીઓ માટે ૧ જૂનથી 200 ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. તેના માટે ટિકિટનું બુકિંગ ગુરુવારથી શરૂ થઈ ચૂક્યું છે.રેલ્વે તરફથી એક નોટિફિકેશન જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે હવે કાઉન્ટર અને એજન્ટો દ્વારા પણ ટિકિટ બુકિંગ થઈ શકશે.રેલ મંત્રી પિયુષ ગોયેલે કહ્યું કે રેલવે એક મહત્વપૂર્ણ પગલું ઊપડ્યું છે જેના અંતર્ગત શુક્રવારે અમુક સ્ટેશનો પર રિઝર્વેશન કાઉન્ટર ખોલ વાની પરમીશન આપી છે જેને લોકડાઉનના કારણે લગભગ બે મહિના સુધી બંધ રાખવામાં આવ્યું હતું.
રેલ મંત્રી પિયુષ ગોયેલે આગળ કહ્યું કે, વધારે ટ્રેનો ફરી વખત શરૂ કરવામાં વિશે જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. જે ભારતને સામાન્ય પરિસ્થિતિ તરફ લઈ જશે.
પિયુષ ગોયેલે કહ્યું કે, આપણે ભારતની સામાન્ય સ્થિતિ તરફ લઇ જવાનું છે. આપણે એ દેશોની ઓળખ કરવાનો પ્રોટોકોલ બનાવી રહ્યા છીએ જ્યાં કાઉન્ટર ખોલવામાં આવી શકે.આપણે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે કાઉન્ટર પર ટીકીટ બુક કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય એટલા માટે અમે સ્થિતિનું અવલોકન કરી રહ્યા છીએ અને તેના માટે પ્રોટોકોલ બનાવી રહ્યા છીએ. ગોહિલે કહ્યું કે અમે વધારે ટ્રેનો ચલાવવાની જાહેરાત ટૂંક સમયમાં કરીશું.
ટ્રેન બુકિંગ ના પહેલા જાણો શું છે ગ્રાડલાઈન
ટિકિટનું બુકિંગ ફક્ત irctc ની વેબસાઈટ કે એપ્લિકેશનના માધ્યમથી થશે.
રેલ્વે તરફથી જાહેર કરવામાં આવેલો નોટિફિકેશન અનુસાર તેમાં ટ્રેનોમાં આરસી અને વેઇટિંગ ટિકિટ પણ ઉપલબ્ધ હશે. જોકે વેઇટિંગ ટિકિટ વાળા મુસાફરોને ટ્રેનમાં જવાની પરમિશન નહીં મળે.
આ રણમાં મુસાફરી કરવા વાળા દરેક યાત્રાળુઓની સ્ટેશન ઉપર સ્કેનિંગ કરવામાં આવશે અને જે લોકોમાં કોરોનાના લક્ષણ નહીં હોય તેને જ ફક્ત ટ્રેનમાં યાત્રા કરવા માટે મંજૂરી આપવામાં આવશે.
ટ્રેનમાં ચાદર દેવામાં આવશે નહીં એટલા માટે યાત્રાળુઓને સૂચવવામાં આવ્યું છે કે તે યાત્રા કરવા માટે ઘરેથી ચાદર લઈને જ આવે.
આની સાથે સાથે દરેક યાત્રાળુઓએ આરોગ્યક્ષેત્રે એપ્લિકેશન ડાઉનલોડ ફરજિયાત કરવી પડશે. તે ઉપરાંત યાત્રીઓએ પોતાની સાથે માસ્ક રાખવું પડશે.
યાત્રાળુઓએ ટ્રેન ઉપડવાનો સમય પહેલા 90 મિનિટે સ્ટેશન પર પહોંચી જવું પડશે.યાત્રાળુઓને મુસાફરી ન કરવી હોય તો ટિકિટ કેન્સલ કરી શકે છે અને રેલવેના અન્ય સામાન્ય નિયમોનું પણ પાલન કરવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news