હાલ સમગ્ર ગુજરાતમાં તેમજ દેશના અન્ય વિસ્તારોમાં પણ લગ્ન અંગેના કૌભાંડ ચાલી રહ્યા છે. તે દરમિયાન એક જ યુવતીના 27થી વધુ લગ્ન કરાવનાર મહિલા ઝડપાઈ હતી. જાણવા મળ્યું છે કે, આ આરોપી મહિલાએ યુવતીનું જાતિય શોષણ પણ કરાવ્યુ હતુ. પરંતુ, ભોગ બનનાર યુવતીએ મલેશિયા ખાતે પોલીસને જાણ કરતા મલેશિયા પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, લગ્ન સંબંધમાં પણ ચાલતી છેતરપીંડી અંગેના ગુનાની વિગત જોતા વહીદા ઉર્ફે મિના અલ્લારખા પઠાણે તેની પાડોશમાં રહેતી છોકરીને લગ્ન કરાવી આપવાની લાલચ આપી ફસાવી હતી. તેણે જુદા-જુદા નામ સાથેના બોગસ દસ્તાવેજો કરાવ્યા હતા અને એક જ યુવતીના 27 કરતા વધુ લગ્નો કરાવી છેતરપીંડી કરી હતી.
આ અંગે ભરૂચ બી.ડીવીઝન પોલીસ મથક ખાતે ગુનો પણ નોંધાયો હતો. ગુજરાત રાજયના જુદા જુદા રાજયમાં લગ્નના નામે છેતરપીંડી કરતી આ આરોપી મહિલા યુવતી સાથે મલેશિયા જતી રહી હતી. ઉપરાંત ત્યાં પણ યુવતી પાસે દેહવિક્રયનો ધંધો કરાવવા માંગતી હતી પરંતુ ભોગ બનનાર યુવતીને આ બધું પસંદ ન હોવાથી તેણે તેનો વિરોધ કર્યો હતો. અને આ અંગે મલેશિયા પોલીસને જાણ કરી હતી જેથી મલેશિયા પોલીસ દ્વારા આરોપી મહિલાની અટક પણ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચૂડાસમાની સુચના અનુસંધાને જિલ્લા બહારના નાસતા ફરતા આરોપી પકડવા તથા પેરોલ, ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તા તથા જેલ ફરારી કેદી આરોપીઓ શોધી કાઢવા માટે પોસઈ બી.ડી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.
આ દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે ભરૂચ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી પોલીસ ધરપકડથી દુર આ મહિલા આરોપી વહિદા ઉર્ફે મીના અલ્લારખા પઠાણની તા.27-5-21ના રોજ તેના ઘરેથી અટક કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.