અફઘાનિસ્તાનનો ભાગેડુ રાષ્ટ્રપતિ પોતાની સાથે આટલી કાર ભરીને લઇ ગયો છે રૂપિયા- રકમ જાણીને આંખો પહોળી થઇ જશે

તાલિબાનની દયા પર દેશ છોડીને ભાગી ગયેલા અફઘાન પ્રમુખ અશરફ ગનીના સંબંધમાં રશિયન દૂતાવાસે ચોંકાવનારો દાવો કર્યો છે. કાબુલમાં રશિયન દૂતાવાસનું કહેવું છે કે, અફઘાનિસ્તાનથી ભાગી રહેલા અશરફ ગનીએ હેલિકોપ્ટર અને ચાર કાર ભરીને પૈસા ભરીને લઇ ગયા હતા. કેટલાક પૈસા રસ્તા પર વેરવિખેર જોવા મળ્યા હતા. આ માહિતી રશિયાની RIA એજન્સી દ્વારા આપવામાં આવી છે. રશિયાએ એમ પણ કહ્યું છે કે, તે તાલિબાન સાથે સતત સંપર્ક જાળવી રાખે છે.

બીજી બાજુ અશરફ ગનીએ ફેસબુક પર પોતાની એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે, દેશમાં રક્તપાત અને તબાહી રોકવા માટે તેણે અફઘાનિસ્તાન છોડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાલિબાન કાબુલમાં ઘુસતા જ અશરફ ગની રાષ્ટ્રપતિ મહેલમાંથી ભાગી ગયા હતા. કાબુલમાં રશિયન દૂતાવાસના પ્રવક્તા નિકિતા ઈશ્ચેન્કોએ RIA  ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, ગની સાથેના કાફલામાં ચાર કાર રોકડ પૈસાથી ભરેલી હતી. આ સિવાય હેલિકોપ્ટરમાં રોકડ રકમ પણ હતી. તે વધુ પૈસા લઈ જવા માંગતો હતો. પરંતુ જગ્યાના અભાવે તે થોડા ઘણા પૈસા લઇ જઈ શક્યો નહોતો. ઉતાવળમાં રસ્તામાં જ કેટલાય રૂપિયા વેરવિખેર થઇ ગયા હતા.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના અફઘાનિસ્તાન માટે ખાસ દૂત જમિલ કાબુલોવે કહ્યું કે, તે કહેવું અશક્ય છે કે તેણે પોતાની સાથે કેટલા પૈસા લઇ ગયા છે. બીજી બાજુ, અફઘાનિસ્તાનથી ભાગી ગયા બાદ ગનીએ રવિવારે પોતાની પ્રથમ ટિપ્પણીમાં કહ્યું હતું કે, જો અગણિત દેશવાસીઓ શહીદ થયા હોત અને તાલિબાનના કાબુલ પર બળજબરીથી કબજો કરવાની કાર્યવાહીમાં શહેરને વિનાશનો સામનો કરવો પડ્યો હોત. ગનીએ રવિવારે ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે મેં લોહીની નદીઓ વહેવા કરતાં દેશની બહાર જવાનું સારું માન્યું.

72 વર્ષીય અશરફ ગની પડોશી તાજિકિસ્તાનમાં આશ્રય લેતા હોવાનું માનવામાં આવે છે. અન્ય એક દાવાએ કહ્યું કે રાષ્ટ્રપતિ અશરફ ગની હાલમાં ઓમાનમાં છે અને અમેરિકા જવા રવાના થવાના છે. તાજિકિસ્તાને તેના જહાજને તેની ધરતી પર ઉતરવા દીધું ન હતું. ગનીએ કહ્યું કે તાલિબાન વિદ્રોહીઓએ હવે નક્કી કરવું પડશે કે અફઘાનિસ્તાનના નામ અને સન્માનની રક્ષા કરવી કે અન્ય સ્થાનો અને નેટવર્કને પ્રાધાન્ય આપવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *