BIG BREAKING NEWS: અફઘાનિસ્તાનથી રવાના થયેલ એરફોર્સનું વિમાન સૌરાષ્ટ્રના આ શહેરમાં થયું લેન્ડીંગ

ભારતે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢ્યા છે. તેમને ખાસ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, અફઘાનિસ્તાનમાં માનવીય…

ભારતે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢ્યા છે. તેમને ખાસ વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, અફઘાનિસ્તાનમાં માનવીય સંકટ વચ્ચે ભારતે આ મોટી સફળતા મેળવી છે. અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓ એરફોર્સની વિશેષ ફ્લાઇટ દ્વારા ઘરે પરત ફર્યા છે.

વાસ્તવમાં, સોમવારે અફઘાનિસ્તાનમાં એરસ્પેસ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિમાનોની હિલચાલ અટકી ગઈ હતી. જો કે ફરી શરૂ થયા પછી ભારતે તેના નાગરિકો અને અન્ય લોકોને ઘરે લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. 10 વાગ્યાની આસપાસ ભારતીય વાયુસેનાની સી -17 ફ્લાઇટ પણ દિલ્હી પહોંચી હતી. તેમાં અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત રુરેન્દ્ર ટંડન પણ હતા.

વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફટ કાબુલથી 130થી વધુ લોકોને લઈને મંગળવારે સવારે રવાના થયું હતું. જે 10.45 વાગ્યે જામનગર એરબેઝ ખાતે ઉતર્યું છે. કલેક્ટર અને એસડીએમ મામલતદાર સહિતના અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે. એરક્રાફ્ટ લેન્ડ થયું હોવા અંગે જામનગર SDM દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. આ વાયુસેનાનું એરક્રાફટ ઇંધણ ભરાવીને ગાઝીયાબાદ રવાના થશે.

આ વિમાન ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પર ઉતરશે. આ પહેલા સોમવારે આઈટીબીપીના 50 જવાનો દેશ પરત ફર્યા છે. ITBP ના જવાનોને કાબુલ, મઝારે શરીફ, હેરત, કંદહાર અને જલાલાબાદમાં ભારતીય મિશનની સુરક્ષા હેઠળ તૈનાત કરવામાં આવ્યા હતા. આ સૈનિકો વિદેશ મંત્રાલયના પ્રતિનિધિત્વ પર તૈનાત હતા. સુરક્ષાના કારણોસર, આઇટીબીપી દ્વારા સત્તાવાર રીતે કંઇ કહેવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રો કહે છે કે હવે આઇટીબીપીના તમામ કર્મચારીઓ અફઘાનિસ્તાનમાં રવાના થયા છે.

અગાઉ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત, અન્ય સ્ટાફ અને ITBP ના કર્મચારીઓને એરફોર્સની વિશેષ ફ્લાઇટ દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા છે. કાબુલમાં તૈનાત લગભગ 100 ITBP કર્મચારીઓ વાયુસેનાના જહાજમાં ભારત આવ્યા હતા. કાબુલમાં તૈનાત 100 ITBP કર્મીઓ IAF ના પરિવહન વિમાન C17 માં ભારત આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *