આજના કળયુગી સમયમાં ઈમાનદાર લોકો મળવા ખુબ મુશ્કેલ છે. લોકો રૂપિયા માટે પોતાના પરિવાર કે સગાની હત્યા કરતા પણ અચકાતા નથી. આ દરમિયાન અમદાવાદ શહેરમાં ઈમાનદારીની મિશાલનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી ન્યુ શ્યામવિહાર એપાર્ટમેન્ટમાં 14 લાખથી વધુની રકમ ભરેલી બેગ એક પરિવાર ભૂલી જતા ચોકીદાર દ્વારા મૂળ માલિકને રકમ સાથેની આ બેગ પરત કરવામાં આવી હતી.
શ્યામ વિહાર એપાર્ટમેન્ટના રહીશ નરેંદ્રસિંહના સંબંધીનું અવસાન થતા પરિવાર ઇન્દોર જવા માટે કારમાં રવાના થયો હતો. સંબંધીના મોતના આઘાતમાં પરિવાર 14 લાખ રૂપિયા ભરેલી બેગ ગાડીમા મુકવાનું જ ભૂલી ગયો અને ઇન્દોર જતા બેગ નહીં મળતા પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. જોકે, બેગ કોઈ હોટલમાં તો નથી ભુલાઈ ગઈને તેમ લાગતા તપાસ કરતા બેગ મળી ન હતી. છેવટે થાકીને સોસાયટીના ચોકીદારને ફોન કર્યો અને પૂછ્યું તો ચોકીદાર શંકરે બેગ પોતાની પાસે સહીસલામત હોવાનું જણાવ્યું હતું.
ચાર દિવસ પછી નરેન્દ્રસિંહ જયારે ઈન્દોરથી પરત આવ્યા ત્યારે ચોકીદારે 14 લાખ રૂપિયા ભરેલી બેગ પરત આપીને પોતાની ફરજ નિભાવી હતી. બાદમાં પરિવાર દ્વારા ચોકીદારને 1500 રૂપિયા ઈનામમાં આપીને તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ વિશે વાત કરતા સોસાયટીના ચેરમેને જણાવ્યું હતું કે, શંકર નેપાળી છે અને આખી સોસાયટી માટે કોરોના કાળમાં પણ તે પોતાની ફરજ ભૂલ્યા વગર દરેક લોકો માટે નિષ્ઠા પૂર્વક કામ કરે છે.
નોંધનીય છે કે, શંકરે ગરીબ તથા નાનો માણસ હોવા છતાં પોતાની માણસાઈ ભૂલ્યા વિના ફરજ નિભાવી હતી. એવામાં અન્ય નાના લોકો માટે આ ચોકીદાર એક મિશાલ રૂપ છે જે મનમાં કોઈના રૂપિયા પડાવી લેવાની જગ્યાએ માત્ર પોતાની મહેનતના રૂપિયા પર જ પોતાનો હક હોવાનું માને છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.