લગ્નના ત્રણ મહિના બાદ જ પતિએ પત્નીનું માથુ ફોડી કરી હત્યા, કારણ જાણી તમે પણ ચોકી ઉઠશો 

અમદાવાદમાં દિવસેને દિવસે ક્રાઈમ વધતા જોવા મળી રહ્યા છે. ગુનેગારોને જાણે કાયદાનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 36 કલાકમાં…

અમદાવાદમાં દિવસેને દિવસે ક્રાઈમ વધતા જોવા મળી રહ્યા છે. ગુનેગારોને જાણે કાયદાનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 36 કલાકમાં આ ત્રીજી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પિયર જવા જેવી નજીવી બાબતે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે, પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

અમદાવાદ શહેર જાણે કે, રક્તરંજિત બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દાણીલીમડા, કાગડાપીઠ બાદ હવે વાડજમાં 36 કલાકમાં ત્રીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં નજીવી બાબતમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, અને એ ઝઘડાએ એટલી હદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે, એકને મોત મળ્યું જ્યારે બીજાને જેલના સળિયા પાછળ જવું પડ્યું.

મળતી માહિતી મુજબ, ચંદ્રભાગા હાઉસિંગના મકાનમાં રહેતા વિઠ્ઠલ ભાઈ નામના યુવકે ત્રણેક મહિના પહેલા ગૌરી બેન સાથે બીજા લગ્ન કર્યા હતા. આ દરમિયાન બુધવારે ગૌરીબેને પિયર જવાની જીદ કરી રહી હતી. વિઠ્ઠલભાઇએ રવિવારે પિયર લઈ જવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ રીતે વારંવાર ઘર કંકાસ થતો હોવાથી આરોપી વિઠ્ઠલે પત્નીને માથાના ભાગે માર મારી લોહી લુહાણ કરી દેતા તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા તુરંત એક્શનમાં આવી હત્યારા પતિની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લગ્નના બે મહિનામાં જ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા પુરા વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *