હાલમાં રોડ અકસ્માતના કેસોમાં ભારે વધારો નોંધાયો છે. આ દરમિયાન ફરીવાર એક રોડ એક્સિડેન્ડમાં છ મિત્રનાં મોત નીપજ્યાં છે. તેઓ પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા. તેમની ફુલ સ્પીડે જતી કાર ટેન્કરની પાછળ અથડાઈ ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ડમ્પરનું સ્ટેપની તૂટી ગયું હતું અને કારની આગળ અને પાછળની સીટનો ભાગ એકબીજાને ચોંટી ગયા હતા.
બે મિત્ર સીટ પરથી ઊછળીને બોનેટ પર આવી ગયા હતા. તેમાંથી કોઈનો હાથ તો કોઈનું માથું ઘડથી અલગ થઈ ગયુ હતું. આ દુર્ઘટના સોમવારે રાતે એક વાગ્યા આસપાસ નિરંજન ચાર રસ્તા પર બની હતી. તેઓ દેવાસ તરફથી આવી રહ્યા હતા. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે તેઓ પાર્ટી કરવા ક્યાં ગયા હતા અને આ ઘટના કઈ સ્થિતિમાં ઘટી હતી.
4નાં ઘટનાસ્થળે જ મોત, 2 મિત્રનાં હોસ્પિટલમાં મોત
એસઆઇ નરસિંહ પાલે જણાવ્યું હતું કે, કાર ખૂબ ખરાબ રીતે ડેમેજ થઈ ગઈ છે. એને ગેસ કટરથી કાપીને મૃતદેહો બહાર કાઢવા પડશે. કારમાં કુલ છ લોકો હતા. ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. બે મિત્ર જીવતા હતા, પરંતુ તેમનાં પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાં છે. મળેલી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ઈન્દોરની છે.
ઘરે પરત ફરી રહેલા છ મિત્રોની કાર પુરપાટ ઝડપે સીધી ટેન્કરમાં ઘુસી ગઈ- કોઈના હાથ તો કોઈનું માથું ધડથી અલગ થયું… pic.twitter.com/hNjx5MbGxH
— Trishul News (@TrishulNews) February 23, 2021
જીવ ગુમાવનારા બધા મિત્રો ઈન્દોરના
1. ઋષિ (19), 129 ભાગ્યશ્રી કોલોની
2. ગોલુ (25), માલવીયનગર
3. છોટુ (23), માલવીયનગર
4. સોનું જાટ (23), આદર્શ મેઘદૂતનગર
5. સુમિત (30), ભાગ્યશ્રી કોલોની
6. દેવ (28), 384/3 માલવીયનગર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle