23 વર્ષ પછી ભારતીય સિનેમામાં ધૂમ મચાવશે સની દેઓલની ગદર, આ તારીખે રીલીઝ થઇ રહી છે ‘Gadar 2’

Gadar 2: આજે આખા દેશમાં 74માં ગણતંત્ર દિવસ (Republic Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર-ઠેર દેશભક્તિના ગીતો સંભળાય રહ્યા છે. આજના દિવસે સની…

Gadar 2: આજે આખા દેશમાં 74માં ગણતંત્ર દિવસ (Republic Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર-ઠેર દેશભક્તિના ગીતો સંભળાય રહ્યા છે. આજના દિવસે સની દેઓલ (Sunny Deol) ની ફિલ્મ ‘ગદર 2’નું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં સની દેઓલનો નવો અંદાજ જોવા મળ્યો છે. કાળા કપડાની સાથે લીલી પાઘડી પહેરી ફરી એકવાર સની દેઓલે સંકેત આપ્યો છે કે તેઓ દુશ્મનોની ઊંઘ હરામ કરી નાખવાના છે. આ પોસ્ટરને તેમના ભાઈ બોબી દેઓલે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

ઓગસ્ટ મહિનામાં રિલીઝ થશે આ ફિલ્મ!
‘ગદર-2’ નું પોસ્ટર શેર કરતાં બોબી દેઓલે લખ્યું છે કે, “હિન્દુસ્તાન જિંદાબાદ છે! જિંદાબાદ હતું! અને જિંદાબાદ રહેશે. સ્વતંત્ર દિવસ પર 11 ઓગસ્ટ 2023 ના રોજ ફિલ્મ ‘Gadar 2’ રિલીઝ થશે. ગદર-2 ફિલ્મને અનિલ શર્મા ડાયરેક્ટ કરી રહ્યા છે અને તેમની સાથે અમીષા પટેલની સાથે જ ઉત્કર્ષ શર્મા પણ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના શૂટિંગને લડતી તમામ માહિતી અને તેના ફોટો ઘણાસમયથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી હતી.

વર્ષ 2001 માં ‘ગદર’ ફિલ્મનો ભાગ 1 રીલીઝ થયો હતો
અનિલ શર્મા દ્વારા નિર્દેશિત કરવામાં આવેલું ‘ગદરઃ એક પ્રેમ કથા’ ફિલ્મ વર્ષ 2001માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અમીષા પટેલ, સની દેઓલે  અને અમરીશ પુરી મુખ્ય ભૂમિકા ભજવતા હતા. ‘ગદરઃ એક પ્રેમ કથા’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ભારે કમાણી કરી હતી અને સાથે સાથે વર્ષની બ્લોકબાસ્ટર ફિલ્મોમાં પણ સામેલ થઈ હતી. તે સમયે 19 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી પણ વધુ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે દર્શકોને ફિલ્મ ગદર-2 પાસેથી પણ આવી જ આશાઓ છે, કે પહેલા ભાગની જેમ બીજો ભાગ પણ ખુબ દમદાર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *