પંચતત્વમાં વિલીન થયા ગિરનાર અંબાજી મંદિરના મહંત પૂજ્ય શ્રી ગણપતગીરી બાપુ ‘ઓમ શાંતિ’

Published on: 5:49 pm, Sun, 14 August 22

હાલમાં જ એક દુ:ખદ સમાચાર મળી આવ્યા છે. જાણવા મળ્યું છે કે, જુનાગઢ(Junagadh) ગિરનાર શક્તિપીઠ(Girnar Shaktipeeth) અંબાજી મંદિર(Ambaji temple) અને દતશિખર(Datshikhar) તથા નીલકંઠ મહાદેવ(Neelkanth Mahadev) મંદિરના મહંત પૂજ્ય શ્રી ગણપતગીરી બાપુ(Shri Ganapatgiri Bapu) ગુરુ શ્રી પ્રભાતગીરી બાપુ આજે દેવલોક પામ્યા છે. આ અંગેની જાણ થતા લોકો તેમના અંતિમ દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમજ ઘટનાને પગલે સંતો-મહંતો અને સેવક સમુદાયમાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું છે.

5 4 - Trishul News Gujarati Ambaji Temple, Datshikhar, Girnar Shaktipeeth, junagadh, Neelkanth Mahadev, Shri Ganapatgiri Bapu

ગિરનાર અંબાજી મંદિર અને નિલકંઠ મહાદેવ મંદિરના મહંત હતા ગણપતગીરી બાપુ
મળતી માહિતી અનુસાર, જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલ શક્તિપીઠ અંબાજી મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિરના મહંત શ્રી પૂજ્ય ગણપતગીરીએ આજે દેહત્યાગ લાર્યો હતો. જેને લઇને રાજયભરમાં તેમના ભક્તગણમાં ઘેરા શોકની લાગણી જન્મી છે.

આ ઉપરાંત માહિતી મળી આવી છે કે, પૂજ્ય ગણપતગીરી બાપુ દેવલોક પામતા આજે તેમની પાલખી યાત્રા યોજાઇ હતી. આજે બપોરે બે નીલકંઠ મહાદેવ મંદિરથી નીકળેલી પાલખી યાત્રામાં ભક્તો જોડાયા હતા હતી તેમ પૂજ્ય મોટા પીર બાવા તનસુખગીરી બાપુની યાદીમાં જણાવાયું છે. સંતો-મહંતો અને સેવક સમુદાયમાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.