ગાંડી ઘેલી સરકાર: પોતાના નેતાઓને ભીડ ભેગી કરવા છૂટો દોર, જનતાને ઉત્તરાયણ કરવા દેવામાં પણ પેટમાં દુખ્યું

ઉતરાયણ ટૂંક સમયમાં આવી રહી છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે સરકાર દ્વારા ઉતરાયણને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં રાજ્ય સરકારે ધાબા પર 50 વ્યક્તિથી વધુ લોકો ભેગા નહીં થવાનું તેવો ઉલ્લેખ પણ કર્યો છે, પરંતુ નેતાઓ જ ભીડ ભેગી કરીને રાજકીય કાર્યક્રમો કરે તે બાબતે સરકાર મૌન  જોવા મળી રહી છે. અત્રે ઉલેખનીય છે કે, બે દિવસ પહેલા જ ઉત્તરાયણ અંગે એસઓપી જાહેર કરવા મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમે રાજ્ય સરકારની કોર કમિટીમાં ઉત્તરાયણમાં શું છૂટ-છાટ આપવી તે અંગે નિર્ણય લઈને જાણ કરવામાં આવશે.

એકસાથે 50 લોકોની મંજૂરી નહીં અપાય
ઉતરાયણ અંગે જણાવતા ગતરોજ અમદાવાદમાં આવેલ રામદેવનગર સ્થિત સેવાભાવી સંસ્થા સદવિચારમાં મોક્ષવાહિની રથનું લોકાર્પણ કરતા સમયે નીતિન પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણમાં એક અગાશી પર 50થી વધુ લોકો એકઠા થવાની મંજૂરી મળશે નહીં,આમ છતાં ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરાશે. નીતિન પટેલે એવી હૈયાધારણ આપી હતી કે, રાજયના તમામ નાગરિકોના રસીકરણ માટે આરોગ્ય વિભાગ સજ્જ છે.

રાજ્ય સરકાર દ્વારા આયોજિત અને ગુજરાતની ઓળખ ગણાતા પતંગોત્સવ કોરોનાને કારણે નહીં યોજવાનો સરકારે નિર્ણય લીધો છે. પણ, સરકાર દ્વારા પોતાના ધાબા પર, ટેરેસ પર, અગાશી પર કે પોળમાં છાપરા પર કઇ રીતે પતંગ ઉડાડવાની મંજૂરી આપવી તે બાબતે સરકારની કોર કમિટીમાં નિર્ણય લેવાશે. આ બાબતે હજુ સુધી સરકારે કોઇ વિચારણા કરી નથી કે નિર્ણય લીધો નથી. આમછતા દરેક વ્યકિત પોતાના જ ધાબા પર એટલે કે એક પરિવારના 5થી7 લોકો તેમની અગાશી પર પતંગ ઉડાવી શકે તે દિશામાં વિચારણા થઇ રહીં છે. એક જ સોસાયટીના 50 લોકો એક જ ધાબા પર એકઠા થાય તેવી મંજૂરી અપાશે નહીં.

નીતિન પટેલ: કોઇ નાગરિકને આડઅસર ન થાય તેવી રસી અપાશે
કોરોના વૈકસીન અંગ જાહેરાત કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોઇ આડઅસર ન થાય તેવી રસી આપવામાં આવશે. કોરોના રસી આખા રાજયને આપવા માટે આરોગ્ય વિભાગ સજ્જ છે તેવી ખાતરી નાયબ મુખ્યમંત્રી,આરોગ્ય મંત્રી નીતિન પટેલે આપી હતી. તેમણે કહ્યું હતું કે, વેકસિનની કોઇ આડઅસર થાય નહીં, નાગરિકોને કોઇ નુકશાન થાય નહીં, ભારત સરકારની સંસ્થાઓની મંજૂરી અપાશે તેવી રસી જ આપવાની મંજૂરી અપાશે. તેમણે કહ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગને રસી બાબતે આર્થિક ભારણ પડે નહીં તેનું ધ્યાન સરકાર રાખશે. ત્રણ તબક્કામાં રસી અપાશે. अઆ માટે રાજ્યમાં બે દિવસ રિહર્સલ પણ હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે રવિવારે બે રસીને મંજૂરી આપતા આગામી સપ્તાહથી રાજ્યમાં રસીકરણ શરૂ થશે.

પ્રજાના તહેવાર ધોવાયા
આ વર્ષે કોરોનાના કારણે સરકાર દ્વારા માર્ચ પછી લોકડાઉન જાહેર કરતા રામનવમી, રથયાત્રા, ઇદ, મોહરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દશેરા, દીવાળી, બેસતુ વર્ષ, ક્રિસમસ, 31 ડિસેમ્બર, ન્યૂ યર અને હવે ઉત્તરાયણ જેવા તેહવારો ની ઉજવણી લોકો કરી શક્યા નથી.

ચુંટણી માટે નેતાઓને ખૂલ્લી છૂટ આપી
કોરોના દરમિયાન રાજ્યસભા ચૂંટણી, પેટા ચૂંટણી, પાટીલની પ્રમુખ થયા પછીની રાજ્ય વ્યાપી યાત્રા, બધા નાના-મોટા નેતાની રેલીઓ, સંતાનોની સગાઈ કાર્યક્રમ અને હવે પાલિકા ચૂંટણીની તૈયારીઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *