આવતા મહીને મારા મેરેજ છે, હું હસ્તમૈથુન કરતી હતી અને મારી આંગળીમાં રક્ત આવી ગયું, શું મારી વર્જીનીટી તૂટી ગઈ?

અમદાવાદની એક યુવતીને પ્રશ્ન છે કે, પોતે ૧૮ વર્ષની યુવતી છું. એક બીજી જ્ઞાાતિના યુવકને બે વર્ષથી પ્રેમ કરું છું. સારો પગાર અને બીજી સગવડ…

અમદાવાદની એક યુવતીને પ્રશ્ન છે કે, પોતે ૧૮ વર્ષની યુવતી છું. એક બીજી જ્ઞાાતિના યુવકને બે વર્ષથી પ્રેમ કરું છું. સારો પગાર અને બીજી સગવડ છે. અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ, પરંતુ સમસ્યા એ છે કે મારાં મમ્મી-પપ્પા મારા માટે સરકારી નોકરીવાળો વર શોધે છે, જ્યારે છોકરાના ઘરવાળાને હું પરજ્ઞાાતિની હોવાથી મંજૂર નથી. ટૂંકમાં આ સંબંધ માટે બંને પરિવારો તરફથી મુશ્કેલી છે, પરંતુ અમે બંને આ લગ્ન માટે તૈયાર છીએ. છોકરી કહે છે કે કોર્ટ મેરેજ કરી લઈએ. અમે શું કરીએ?

આ બાબતે હેલ્થ એક્સપર્ટ અનીતા જણાવે છે કે, તમે તમારા ઘરનાં લોકોને સમજાવો કે જો ફર્મ સારી હોય તો પ્રાઈવેટ નોકરી પણ ખરાબ નથી અને તમે તેને પ્રેમ કરો છો તેની સાથે ખુશ રહેશો. છોકરાના ઘરવાળાને પણ સમજાવી શકાય છે કે હવે બીજી જ્ઞાાતિમાં લગ્ન સામાન્ય વાત છે.  સંતાનોની ખુશી માટે તેમણે જિદ્દ છોડી દેવી જોઈએ. હજુ તમારી ઉંમર નાની છે એટલે તમારે લગ્ન માટે ઉતાવળ ન કરવી જોઈએ, ઘરનાં લોકોને વિચારવાનો થોડો સમય આપો.  તમારા પ્રેમીને સમજવાનો સમય મળી જશે. છેલ્લે, જો કોઈપણ રીતે બંનેના ઘરનાં લોકો રાજી ના હોય તો તમારી પાસે કોેર્ટ મેરેજનો તો વિકલ્પ છે જ.

મુંબઈને એક ફોરવર્ડ યુવતી ને સવાલ છે કે, હું ૨૮ વર્ષની યુવતી છું. સગાઈ થઈ ગઈ છે. લગ્ન જલદી થવાનાં છે, પરંતુ આ દિવસો દરમિયાન ઘણી ચિંતામાં છું, કારણ કે હું હસ્તમૈથુન કરતી હતી તે વખતે મારી આંગળીમાં સાધારણ રક્ત આવી ગયું. શું સારું કુંવારિકાપટલ ફાટી ગયું હશે? ક્યાંક પતિ મારા પર ચારિત્ર્યહીનતાનો આક્ષેપ તો નહીં લગાડે ને. મેંં આજ સુધી કોઈ પુરુષ સાથે સંબંધ નથી રાખ્યો કે દોસ્તી પણ નથી કરી.શું પતિ વિશ્વાસ કરશે.

તમને કારણ વગર ગભરાટ ઉભો કરી રહ્યા છો. હસ્તમૈથુન કરતાં ક્યારેય કૌમાર્યભંગ નથી થતો. તમે જો કોઈ ગુનો નથી કર્યો તો ખોટું ગભરાઓ છો શા માટે? ખોટી ચિંતા છોડી આવનાર સુંદર જીવનની કલ્પના કરો.

રાજકોટના એક ૪૦ વર્ષનો પરિણીત પુરુષ નો પ્રશ્ન છે કે. લગ્નને ૧૫ વર્ષ થઈ ગયાં છે. બે બાળકો છે. મારી પત્ની સુંદર, સુશીલ અને બહુ જ કર્તવ્યનિષ્ઠ મહિલા છે. ઘર-પરિવાર અને બાળકોનું ખૂબ ધ્યાન રાખે છે. મારા પ્રત્યે અપાર વિશ્વાસ રાખે છે, જ્યારે હું તેનો વિશ્વાસઘાત કરી રહ્યો છું. મારી પોતાની સેક્રેટરી સાથે મારે ગેરકાનુની  સંબંધો છે. મને ઘણીવાર બહુ જ અપરાધબોધ થાય છે, પરંતુ ઈચ્છા હોવા છતાં પણ હું આ સંબંધ પૂર્ણ કરી શકતો નથી.

આપ આધેડ ઉંમરના અને બાળ બચ્ચાવાળી વ્યક્તિ છો. તમારી પત્ની તમારા પર અતૂટ વિશ્વાસ રાખે છે. તેમ છતાં પણ તમે તેની સાથે દગો કરી રહ્યા છો.  જો તમારી પત્નીને ખબર પડી જશે તો તમારા દામ્પત્યજીવન પર અસર થશે. એટલે જાણ થાય તે પહેલાં આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો.

જો તમે દ્રઢ નિશ્ચય કરી લેશો તો એમ કરવાનું મુશ્કેલ નહીં બને. તમે તમારી સેક્રેટરીથી દૂર રહેવા માટે તેને ક્યાંક બીજે નોકરી શોધવાનું કહી શકો છો.

સુરતના એક યુવકને મૂંઝવણ છે કે, હું ૨૭ વર્ષનો યુવક છું. મારી પત્ની લગ્નનાં એક વર્ષ પછી પણ સેક્સની બાબતમાં સ્વાભાવિક નથી થઈ શકતી. હું રોજેરોજ સંભોગ કરું છું, પરંતુ તેના મનમાં આ ક્રિયા માટે કોઈપણ રીતે આનંદ નથી હોતો. જાણે હું  બળાત્કાર ન કરી રહ્યો હોઉ! તે તેને બહુ જ ખરાબ કાર્ય સમજે છે. તેને કેવી રીતે સમજાવવું કે તે થોડી રોમાન્ટિક થઈ જાય!

તમે શિક્ષણનો પ્રચાર પ્રસાર હોવા છતાં પણ યુવાનોને, ખાસ તો યુવતીઓને સેક્સના વિષયમાં કોઈ નોલેજ નથી હોતું. તમે તમારી પત્નીને કોઈ સારા પબ્લિશર્સનું સેક્સ પર લખેલું કોઈ પુસ્તક લાવીને વાંચવા આપો. રોમાન્ટિક ફિલ્મ દેખાડો. તમે જેટલું જાણતા હો તેનું જ્ઞાાન તેને કરાવો. કોઈ રોમાન્ટિક સ્થળ પર ફરવાં લઈ જાઓ તોે કદાચ તે રોમાન્સમાં રસ લેવા લાગે. અત્યારે તો ઉપરના પ્રયત્નોથી તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે, પરંતુ જો એવું ના થાય તો તમે કોઈ સેક્સ સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરી શકો છો.

બનાસકાંઠાની ૩૫ વર્ષની પરિણીતાને પ્રશ્ન છે કે. અમે પતિ-પત્ની બંને નોકરી કરીએ છીએ. સસરા નિવૃત્ત છે અને તે ઘરે જ રહે છે. તેઓ  કામવાળી સાથે છેડછાડ અને ખરાબ મજાકમશ્કરી કરે છે. કામવાળીએ બે-ત્રણ વખત મને ફરિયાદ કરી. મને સમજાતું નથી કે શું કરું? શું પતિને વાત કહેવાનું સારું રહેશે?

સૌપ્રથમ તો આવા પ્રકારની વાતો તરફ વધારે ધ્યાન  ના આપો. કેટલાક લોકોનો ઉછેર જ એવા પ્રકારનો હોય કે તેઓને ખાલી જ કોઈ કારણ વિના હલકી મજાક કરવાની ટેવ હોય છે. આવું  શિક્ષણની ઊણપના લીધે થતું હોય છે અને ઠપકો આપવાથી કે બોલવાથી તેમાં કોઈ સુધારો નથી થતો. આવાં કારણોથી સંબંધ ના તોડાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *