સમગ્ર રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર દારૂની હેરાફેરીની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં ભલે રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો બનાવવામાં આવ્યો પરંતુ દારૂબંધીના દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે.
બુધવારે GADના અધિકારીની સરકારી ગાડીમાંથી કુલ 80 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે. સરકારી અધિકારીની ગાડીમાં દારૂ મળી આવતા હોબાળો મચી જવા પામ્યો છે. ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી દારૂબંધીનો અમલ કરાવવામાં આવી રહ્યો છે.
તેમ છતાં રાજ્યની રાજસ્થાન તથા મહારાષ્ટ્ર બોર્ડર પરથી મોટા પ્રમાણમાં દારૂ પકડાતો હોય છે. એવા સમયમાં હવે ખુદ સરકારી ગાડીમાંથી દારૂ પકડાતા ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાતમાં મોટા અધિકારીની સરકારી ગાડીમાંથી દારૂ મળી આવ્યો છે. ગાંધીનગરમાં સામાન્ય વહીવટ વિભાગના અધિકારીની સરકારી ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.
સરકારી ગાડીમાંથી કુલ 80 બોટલ વિદેશી દારૂ મળ્યો છે. GJ-18G-9120 નંબરની સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ મળી આવતા ચીલોડા કારના ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ ઉદાવતની ધરપકડ કરવામાં આવી છે. GADના અધિકારી પહેલાં પણ વિવાદમાં આવી ચુકયા છે. ગાડીમાંથી દારુ મળી આવતા સચિવાલયમાં ભારે ચર્ચા ઊઠી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle