આજકાલ અવારનવાર આપઘાતના કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે, ગુજરાત(Gujarat)ના ગાંધીનગર(Gandhinagar) સેક્ટર-27 SRP હેડક્વાર્ટસ ખાતે આજે એક SRP જવાને રિવૉલ્વર(Revolver) દ્વારા આપઘાત કરી લીધો છે. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, અંદાજીત 3 વાગ્યાની આસપાસ SRP જવાને પોતાની સર્વિસ રાયફલ(Service rifle) દ્વારા દાઢીની નીચેનાં ભાગથી ઉપરની સાઈડ ગોળી મારી દીધી હતી. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, આ SRPના મૃતક જવાન છેલ્લા ત્રણેક મહિનાથી વિધાનસભા બંદોબસ્તની ડયુટી કરી રહ્યા હતા.
આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર SRP ગ્રુપ-3, પાલનપુરના ધનજીભાઈ કાંતિભાઈ પરમારને છેલ્લા ત્રણેક મહિનાથી વિધાનસભા બંદોબસ્તની ડયુટી આપવામાં હતી. જેથી તેઓ ગાંધીનગર ખાતે પોતાની ફરજ બજાવતા હતા. મળતી માહિતી અનુસાર ધનજીભાઈ અહીં સેક્ટર-27 ખાતે આવેલા SRPના હેડક્વાર્ટસમાં બ્લોક-C2માં રહેતા હતા.
વધુમાં જાણવા મળ્યું છે કે, રિવોલ્વરમાંથી ફાયરિંગ થયાનો અવાજ સંભાળતાની સાથે જ ત્યાં હાજર તમામ લોકો દોડી આવ્યા હતા. ત્યાં જઈને જોયું તો SRPનાં જવાન ધનજીભાઈ લોહીલુહાણ થયેલ હાલતમાં જમીન પર ઉંધા પડેલા જોવા મળ્યા હતા. જયારે આ ઘટનાની જાણ થતાની સાથે જ તાત્કાલિકપણે પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. જયારે પોલીસ દ્વારા મોતનો ગૂનો દાખલ કરીને મૃતક જવાનનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આપવામાં આવેલ છે. જયારે આપઘાતનું સાચું કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.