તમને જાણીને આશ્રય થશે કે ભગવાન ગણેશ લગ્ન કરવા માટે બિલકુલ ઈચ્છુક નહોતા.તેમને પોતાની સાધના-તપસ્યા કરવી અને સ્વચ્છંદ વિચરણ કરવુ અત્યાધિક પ્રિય હતુ.ભગવાન ગણેશ સદૈવ એકલા રહેવા માંગતા હતા અને લગ્નથી સદૈવ દૂર રહેવા માંગતા હતા. પછી છેવટે તેમને શ્રાપમળ્યો જેના કારણે તેમને લગ્ન કરવા પડ્યા અને તે પણ બે-બે સ્ત્રીઓ સાથે.ચાલો આપણે જાણીએ પૌરાણિક કથાના માધ્યમથી.
નવયૌવન થી સંપન્ન થઈને તુલસીદેવી તપસ્યા કરવા માટે તીર્થોમાં ભ્રમણ કરીને ગંગાના તટે જઈ પહોંચ્યા. ત્યાં તેમણે ભગવન ગણેશને ધ્યાન કરતા જોયા. ગણેશજી કિશોરવય, નવયૌવનથી સંપન્ન, અત્યંત સુંદર પીતાંબર ધારણ કરેલ હતા. તેમના આખા શરીર પર ચંદનનો લેપ લગાવેલો હતો.
તે સુંદર રત્નોથી સુશોભિત હતા. મંદ-મંદ સ્મિત કરીને તેઓ ભગવાન નારાયણનુ ધ્યાન કરી રહ્યા હતા. તેમને જોઈને તુલસીદેવી તેમના તરફ આકર્ષિત થઈ ગયા પરંતુ તેમને ગણેશજીનુ ગજમુખ અને લંબોદર હોવાનુ કારણ નહોતુ સમજાતુ. ગણેશજીને જોઈને તેઓ આકર્ષિત તો થઇ ગયા હતા તેમ છતા તેમને હસવુ આવી ગયુ. આનાથી ગણેશજીનુ ધ્યાન ભંગ થઇ ગયું. ગણેશજીએ પૂછ્યુ વત્સે તમે કોણ છો? કોની કન્યા છો? તમારા અહીં આવવાનુ કારણ શું છે? મને જણાવો. શું તમે નથી જાણતા કે તપસ્વીઓનુ ધ્યાન ભંગ કરવુ સદા પાપજનક અને અમંગળકારી હોય છે.
ભગવન ગણેશ ને જવાબ આપતા તુલસીએ કહ્યુ કે – પ્રભુ! હું ધર્માત્મજની નવયુવતી કન્યા છુ. હું પતિની પ્રાપ્તિ માટે તપસ્યામાં સંલગ્ન છુ. માટે તમે મારી સાથે હવે વિવાહ કરી લો. આ સાંભળીને અગાધ બુદ્ધિસંપન્ન ગણેશજીએ નારાયણનુ સ્મરણ કરીને કહ્યુ – હે માતા! વિવાહના વિષયમાં મારી બિલકુલ રુચિ નથી.
હું સદૈવ પોતાની તપસ્યામાં લીન રહેવા માંગુ છુ. વિવાહ દુઃખનુ કારણ હોય છે. આ હરિ ભક્તિમાં અડચણો નાખે છે. તપસ્યાનો નાશ કરે છે, ભવ બંધનની રસ્સી છે, ગર્ભવાસકારક છે. માટે તમે મારા તરફથી પોતાનુ ધ્યાન હટાવી લો અને પોતાના માટે અન્ય કોઈ વરની શોધ કરી લો.
ભગવન ગણેશજીની આ વાત સાંભળીને તુલસીને ગુસ્સો આવી ગયો. તેઓ ગણેશજીને શ્રાપ આપીને બોલ્યા – તમે મારો અનાદર કર્યો છે. વિવાહથી ભાગી રહ્યા છો તમારા લગ્ન જરૂર થશે અને બે-બે વાર થશે. આ સાંભળીને ગણેશીએ પણ તુલસીને શ્રાપ આપ્યો કે – દેવી! તમે નિઃ સંદેહ અસુરો દ્વારા ગ્રસ્ત થઈ જશો. તે પછી મહાપુરુષોના શ્રાપથી તમે વૃક્ષ બની જશો. ગણેશજીના શ્રાપથી તુલસી ચિરકાળ સુધી દૈત્યરાજ શંખચૂડની પત્ની બની રહ્યા. ત્યારબાદ શંખચૂડ શિવજીના ત્રિશૂલથી મૃત્યુ પામ્યો ત્યારે તુલસી વૃક્ષ બની ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.