ગુજરાતમાં ફરી એકવાર અસામાજિક તત્વો બન્યાં બેફામ- વડોદરામાં ગણેશ વિસર્જન અને નર્મદામાં બજરંગ દળની યાત્રા પર કર્યો પથ્થરમારો

Published on Trishul News at 1:40 PM, Fri, 29 September 2023

Last modified on September 29th, 2023 at 2:00 PM

Narmada Throw Stones News: ગુજરાતમાં આજે ફરી એક્કવાર અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે જિલ્લામાં પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર,વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન એક પથ્થરમારાની ઘટના બની હતી.

ત્યાર બાદ હવે નર્મદા જિલ્લામાં (Narmada Throw Stones News) બજરંગ દળની યાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવતા આખા જિલ્લામાં ચકચાર મચી ગયો છે.આ તરફ સંબંધિત પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવવાના ઘણા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

નર્મદામાં બજરંગદળની યાત્રા પર પથ્થરમારો
નર્મદાના સેલંબા ખાતેથી આજે બજરંગ દળ શૉર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી. તે દરમિયાન વિધર્મી લોકોએ આ યાત્રા પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ સાથે હાલ સેલંબામાં આગચંપીનો પણ બનાવ પણ બન્યો છે. માહિતી અનુસાર, કુઇદા ગામથી સેલંબા સુધી આ શોર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જાગરણ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે. આ તરફ યાત્રા પર પથ્થરમારાની ઘટના બનતા નર્મદા જિલ્લાની DySP, LCB અને SOGની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી રહી છે. આ સાથે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, નર્મદા પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવાના ઘણા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

વડોદરાના મંજુસર ગામમાં 2 જૂથ અથડામણ
અને બીજી તરફ વડોદરાના મંજુસર ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન 2 જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર, મંજુસર ગામના વાઘેલા ફળિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારો કરતાં યુવકોનો વીડિયો પણ સામે આવ્યો છે. બીજી તરફ હવે વાયરલ વિડીયોને આધારે મંજુસર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Be the first to comment on "ગુજરાતમાં ફરી એકવાર અસામાજિક તત્વો બન્યાં બેફામ- વડોદરામાં ગણેશ વિસર્જન અને નર્મદામાં બજરંગ દળની યાત્રા પર કર્યો પથ્થરમારો"

Leave a comment

Your email address will not be published.


*