મંગળવારના રોજ આ રાશિના જાતકો પર રહેશે ગણેશજીની અપરમ્પાર કૃપા

મેષ:આજનો દિવસ તમારી ઈચ્છા પ્રમાણે પસાર થશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્કમાં આવશો, જે આગળ જઇને તમારા માટે  લાભદાયક સાબિત થશે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે…

મેષ:આજનો દિવસ તમારી ઈચ્છા પ્રમાણે પસાર થશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્કમાં આવશો, જે આગળ જઇને તમારા માટે  લાભદાયક સાબિત થશે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહેશે. બપોર પછી કોઇ ચિંતાજનક પરીસ્થિતિ પેદા થઇ શકે છે. જેના કારણે કોઇ નજીકના મિત્ર સાથે ઝગડો પણ થઇ શકે છે. યુવાઓને મોજ મસ્તીની અપેક્ષા પોતાના કરિયર અને ભવિષ્ય સંબંધિત યોજનાઓ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

મિથુન:તમે ધાર્મિક કાર્યો તથા આયોજનમાં લાગેલા રહેશો. તમારો સિદ્ધાંતવાદી તથા વ્યાપક દૃષ્ટિકોણ સમાજમાં તમારી છાપને વધારે ઉજાળશે. કોઇ અટવાયેલું ધન મળવાના યોગ બની રહ્યા છે. કોઇ સંતાનના લગ્ન જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને લઇને ચિંતા રહેશે. ધૈર્ય અને વિવેક દ્વારા મુશ્કેલ સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે. ઘરની દેખરેખ તથા વિલાસિતા સંબંધિત વસ્તુઓ ઉપર ખર્ચો થવાથી બજેટ અસ્તવ્યસ્ત થઇ શકે છે.

સિંહ:આજનો દિવસ મિશ્રિત ફળદાયક રહેશે. કોઇ મિત્ર દ્વારા સારા સમાચાર મળશે. જે તમારા ભવિષ્ય સંબંધિત કાર્યો માટે ખૂબ જ ઉપયોગી રહેશે. મોટા ઓર્ડર મળશે. બપોર પછી એવું લાગશે કે જાણે સમય રોકાઈ ગયો છે. અચાનક કોઇ મુશ્કેલી તમારી સામે આવી શકે છે. કામના દબાણના લીધે તમે કોઇ જગ્યાએ ફસાયેલાં હોવાનો અનુભવ કરશો.

તુલા:આજે દિવસ શાંતિદાયક અને ધનદાયક છે. તમે કોઇ નવી ટેકનીકનો ઉપયોગ કરીને તમારા કાર્યને આગળ વધારશો અને તેમાં  સફળ પણ રહેશો. ઘરને સજાવવા નવી વસ્તુની ખરીદારી સંબંધિત યોજનાઓ બની શકે છે. તમારી કાર્યશૈલી અને યોજનાઓને બધા સામે વ્યક્ત કરશો નહીં. કેમ કે, નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારી યોજનાઓનો લાભ ઉઠાવી શકે છે.

ધન:થોડાં સમયથી ચાલી રહેલાં તમારા કામમાં સફળતા મળશે. સરખી વિચારધારાવાળા લોકો સાથે મળવાથી તમને  સુખ મળશે. ગૃહિણી તથા કામકાજ કરતી મહિલાઓ પોતાના ઘરે પ્રત્યે જવાબદારી નિભાવવામાં સફળ રહેશે.  આર્થિક સ્થિતિમાં કોઇ પ્રકારની મુશ્કેલી આવી શકે છે. કોઇ પ્રકારની મુસાફરી કરશો નહીં. ખોટાં ખર્ચના કારણે તમારો મૂડ બગડી શકે છે.

કુંભ:તમારી યોગ્યતા અને આવડતના સમાજ તથા સંબંધીઓ દ્વારા વખાણ થશે. વિદ્યાર્થીઓને આજે આશા પ્રમાણે પરિણામ મળવાના કારણે તણાવથી મુક્તિ મળશે. ઉતાવળ અને ભાવુકતામાં કોઇ પગલું ન લેવું. થોડાં નજીકના સંબંધિઓ તમારા કાર્યમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *