ગંગુબાઈ ભલે વેશ્યા હતી, પરંતુ આ જગ્યાએ તેનું મંદિર છે જ્યા રોજ થાય છે થાળ અને આરતી

સંજય લીલા ભણસાલી(Sanjay Leela Bhansali) ની ભૂતકાળ માં પણ અનેક ફિલ્મો વિવાદમાં સપડાઈ ચુકી છે,હાલ તેઓની આલિયા ભટ્ટ(Alia Bhatt) સાથેની  ફિલ્મ “ગંગુબાઈ કાઠીયાવાડી “(Gangubai Kathiyawadi)…

સંજય લીલા ભણસાલી(Sanjay Leela Bhansali) ની ભૂતકાળ માં પણ અનેક ફિલ્મો વિવાદમાં સપડાઈ ચુકી છે,હાલ તેઓની આલિયા ભટ્ટ(Alia Bhatt) સાથેની  ફિલ્મ “ગંગુબાઈ કાઠીયાવાડી “(Gangubai Kathiyawadi) દર્શકો પર પોતાનો જાદુ ચલાવવામાં સફળ રહી છે. અને આ ફિલ્મ કાયદાકીય અડચણો માંથી પાન પસાર થઇ રહી છે,તો ક્યાંકને ક્યાંક ગંગુબાઈ ની રીયલ વાતો પાન ફિલ્મમાં બતાવવામાં આવીજ નથી ચાલો જાણીએ ગંગુબાઈ વિષે વિસ્તારથી.

હાલ ઘણા મુદ્દે અને ફિલ્મમાં ગંગુબાઈ ને બતાવ્યા પ્રામાણે તેઓના પરિવારના સભ્યો અને સમર્થકો નારાજ થઇ ગયા છે, અને તેમણે ભણસાલી સામે કાયદાકીય લડત પણ ચાલુ કરી દીધી છે, જે લડત ગંગુબાઈના પુત્રી બબીતા ​​ગૌડા કરી રહી છે. ભણસાલી સામેની લડાઈમાં તેને મદદ કરી રહ્યો છે તેનો પુત્ર વિકાસ ગૌડા.

કેહવાય છે કે,કમાઠીપુરામાં આજ ના દિવસે પણ ઘણાબધા ઘરોમાં ભગવાન ના ફોટાઓ ની બાજુમાંજ ગંગુબાઈ ના ફોટાને પણ રાખવામાં આવે છે, ત્યાં સુધીજ નહી પરંતુ ગંગુબાઈ ને મંદિરમાં સ્થાન આપીને ઘણાય લોકો આજે દરોજ તેમની આરતી ઉતારીને પ્રસાદ પણ વહેચે છે.ગંગુબાઈ એ ઘણાં માનવતા મેહ્કાવી જાય તેવા કામો કર્યા છે પણ મુવીમાં દેખાડવામાં આવ્યું નથી.

મળતી માહિતી મુજબ ગંગુબાઈએ ઘણાં બધા બાળકોને દત્તક લીધા હતા પરંતુ કમાઠીપુરા ની બદનામી થી દુર થઇ ગ્યા અને ગંગુબાઈ સાથે સઘળા સબંધો તોડવા નામ પાન બદલીને દુર રેહવા લાગ્યા.ગંગુબાઈ હંમેશા લોકોને મદદ કરતા,તેઓ હંમેશા ગલી ના નાકે પોતાની પસંદી ની ખુરશી પર બેસતા અને બધાનું ધ્યાન રાખતા અને મુશ્કેલી સમયે વગર બોલાવ્યે અને કીધે લોકો સુધી મદદ પણ પોહચી જતી હતી જ્યારે કોઈ મદદ માટે આગળ નોહ્તું આવતું ત્યારે સૌં કોઈને મદદ કરનાર વ્યક્તિ પુરા કમાઠીપુરા માં એકજ હતી,અને તે એટલે ગંગુબાઈ.

ધોળી ઈસ્ત્રી કરેલી કડક સાડી, માથે મોટી લાલ બિંદી, વાળ ધોયેલા અને વાળમાં તાજા ફૂલોની વેણી તેઓ હંમેશા લગાવતા હતા.અને દરરોજ સાંજે તેઓ કમાઠીપુરા ની ગલી માં ખુરશી નાખી વચ્ચેજ બેસતા ગંગુબાઈ ને લગ્ન જોવાનો ખુબ શોખ હતો તેઓ ગલીઓમાંથી નીકળતી જાનમાં બેન્ડ વાળા પાસે પોતાનું મનપસંદ ગીત “બહારો ફૂલ બરસાઓ મેરા મેહબૂબ આયા હૈ” જરૂર થી વગડાવતા હતા.

જ્યારે ફિલ્મ માં ઘણીવાતો ગંગુબાઈ ના જીવન થી અલગ દેખાડવામાં આવી છે.જેમકે ગંગુબાઈ રમણીકલાલ સાથે ટ્રેનમાં ભાગીને મુંબઈ આવી જાય છે પણ એવું નથી, ભાગતા પેહલા કાઠીયાવાડ માં એક રામમંદિર માંજ તેમણે લગ્ન કરી લીધા હતા,અને બાદ માં તેઓ રમણીક સાથે મુંબઈ આવ્યા  હતા એવું પાન કેહવાય છે કે ગંગુબાઈ અને રમણીકલાલ મુંબઈ માં આવ્યા બાદ ઘણાં બધા દિવસો સુધી સાથે રહ્યા બાદ રમણીકે ગંગાને 1000 રૂપિયા માં વેશ્યાલય માં વેચી દીધી હતી.

ફિલ્મ જયારે ક્લાયમેક્સ તરફ આગળ વધે છે ત્યારે, ગંગુબાઈ સાથે શોકાત ખાન નામના પઠાણ દ્વારા ખુબ જ અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે. અને ત્યારે ફિલ્મ માં કરીમલાલા મુંબઈ ના તે સમયના ડોનના દર્શન દર્શકોને થાય છે.પણ રીયલમાં કરીમલાલા અને ગંગુબાઈ ની મીટીંગ તદન અલગ હતી કરીમલાલા ગંગુબાઈ ને સૌં પ્રથમ વાર પોતાના ઘર ના ધાબે મળે છે.

આ સિવાય ફિલ્મ માં ગંગુબાઈ પોતાની સહેલી કામલીના બાળકોને અને તેમજ અન્ય સેક્સ વર્કર્સના દત્તક લેતા દર્શાવ્યા છે, પણ ગાંગુબાઈએ અન્ય ઘણાબધા અનાથ બાળકો અને અનેક બેઘર લોકોને દત્તક લઈને આશરો આપ્યો હતો. અને આટલુજ નહિ ગંગુબાઈ બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય બાબતે પણ હંમેશા જાગૃત રેહતા હતા.

ગંગુબાઈએ કમાઠીપુરામાં રહેતી સેક્સ વર્ક્સની સ્થિતિ તથા સમાન હક માટે વડાપ્રધાન પંડિત નેહરુ સાથે મુલાકાત કરી હતી, ગંગુબાઈની આ મુલાકાત પણ ખુબ ચર્ચાનો મુદ્દો બન્યો હતો.મુલાકાત દરમિયાન નેહરુજીએ ગંગુબાઈને પૂછ્યું કે કે નોકરી કે લગ્ન કરવાને બદલે તે આ બિઝનેસમાં કેમ આવી? ગંગુબાઈ એ જણાવ્યું હતુ કે “‘ગંગુએ નેહરુને કહ્યું હતું કે જો તેઓ તેને શ્રીમતી નેહરુ બનાવવા માટે તૈયાર છે તો તે પોતાનું કામ છોડવા તૈયાર છે.”

ગંગુબાઈના મોઢે આવું સાંભળીને નેહરુને નવાઈ લાગી અને  તેઓ રીતની વાત કરવા પર તેમણે ગંગુ પર થોડો ગુસ્સો વ્યક્ત કર્યો હતો, ત્યારે ,ગંગુબાઈએ ઘણી જ હળવાશથી કહ્યું હતું, ‘ગુસ્સો ના કરો વડપ્રધાનજી. હું માત્ર એ સાબિત કરવા માગતી હતી કે કરવા કરતાં બોલવું ઘણું જ સરળ છે.’ આ સાંભળીને નેહરુ ચૂપ થઈ ગયા હતા. મુલાકાતને અંતે નેહરુએ ગંગુબાઈની તમામ માગણી સ્વીકારી લીધી હતી અને આ અંગે પૂરતું ધ્યાન આપવાનું વચન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *