જુઓ રશિયાના આક્રમણ પહેલાનુ યુક્રેન કેવુ હતુ અતિ સુંદર અને ભવ્ય- હવે ખંડેર થયુ

વિશ્વ ના તમામ દેશોની નજર આજે માત્ર ને માત્ર રશિયા(Russia) અને યુંક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ(WAR) પર છે.યુદ્ધ શરૂ થયા ને આજે ૧૩ દિવસ થયા…

વિશ્વ ના તમામ દેશોની નજર આજે માત્ર ને માત્ર રશિયા(Russia) અને યુંક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ(WAR) પર છે.યુદ્ધ શરૂ થયા ને આજે ૧૩ દિવસ થયા છતાં પણ રશિયા ઉક્રેન ને જુકાવી શક્યું નથી.સમય વીતવાની સાથે જ ખૂબ જ શક્તિશાળી દેખાઈ રહેલું રશિયા નબળું પડી રહ્યું છે. વોલોડિમિર ઝેલેંસ્કી (Volodymyr Zelenskyy) હજુ પણ અડગ છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) પણ પોતાની સેનાનું મનોબળ વધારી રહ્યા છે.

આજે આપણે વાત કરવી છે, યુદ્ધ પેહલાના યુંક્રેનની આજે લોકો યુંક્રેન સરકાર અને યુંક્રેનના નાગરિકોની હિંમ્મત ને દાદ દઈ રહ્યા છે.એક સમયે પોતાની સુંદરતા, કલા અને સંસ્કૃતિ માટે પ્રખ્યાત યુક્રેન અત્યારે યુદ્ધનું મેદાન છે.આજ થી બરોબર ૧૩ દિવસ પેહલા યુંક્રેન શહેર રોશનીઓથી જગમગતું અને લોકોની અવરજવર અને ધંધા રોજગાર થી ધબકતું હતું.

યુક્રેન પર રશિયન મિસાઈલોનો પહાડ તૂટી પડ્યો હતો અને ત્યારથી આ શહેર તબાહીનું દ્રશ્ય જોવા મજબૂર છે. 26 ફેબ્રુઆરીએ રશિયાની પુતિન સેનાએ યુક્રેન પર પહેલીવાર હુમલો કર્યો હતો. આ સમયે રાજધાની કિવ, ખાર્કિવ, સહિત ખળભળાટ મચાવતા શહેરો હાલ સુમસામ થઇ ગયા છે.પોતાની સુંદરતા, કલા અને સંસ્કૃતિ માટે પ્રખ્યાત યુક્રેન અત્યારે યુદ્ધનું મેદાન છે.

વર્ષો થી પુરા વિશ્વમાં યુક્રેન તેના વારસા, અનન્ય ભોજન, નૃત્ય, સંગીત અને ઘણું બધું માટે જાણીતું છે અને દુનિયા કરતા અલગ છે. ચાલો આજે વાત કરીએ યુંક્રેન ની સંસ્કૃતિ વિષે યુક્રેનની  સંસ્કૃતિ અને પરંપરાઓથી સમૃદ્ધ દેશ છે, જે પેઢીઓથી જાળવી રાખવામાં આવે છે. યુક્રેનમાં કપડાંના સૌથી અગ્રણી પાસાઓ પૈકી એક એ છે કે, ઘણા સ્થાનિક લોકો વ્ય્શ્યવ્ન્કા પહેરેલા જોવા મળે છે, વ્ય્શ્યવ્ન્કા જે ગૂંચવણભરી ભરતકામ સાથેનું શર્ટ છે.આનાથી દેશની ઘણી બ્રાન્ડ્સને તેમના કપડાંની લાઇનમાં રંગબેરંગી પેટર્નનો સમાવેશ કરવા પ્રેરણા મળી છે.

યુક્રેનિયન ફોલ્ડ ડાન્સમાં રંગબેરંગી એમ્બ્રોઇડરીવાળા કોસ્ચ્યુમ પહેરેલા લોકો અને લોક સંગીતમાં ઊર્જાસભર દિનચર્યાઓ રજૂ કરવાનો સમાવેશ થાય છે.જેમ ભારત માં પાન એમ્બ્રોડરી વર્ક કરેલા પોશાકો પેહ્રે છે એવી રીતેજ, કેટલાક નૃત્ય સ્વરૂપોમાં કલ્યાણ, હોપાક, કોઝાચોક, કોલોમિકા અને વધુનો સમાવેશ થાય છે. દેશમાં લોક સંગીત ઘણીવાર તહેવારોમાં બંધુરા, એક તારવાળા વાદ્ય સાથે ગવાય છે.

આજે જે યુદ્ધના કારણે યુંક્રેન ની સ્થિતિ છે, તે માત્ર યુદ્ધની તબાહી ના કારણે થઇ છે,યુદ્ધ ક્ષેત્ર બનતા પહેલા યુક્રેન સંસ્કૃતિ અને જીવનશૈલીથી સમૃદ્ધ હતું.યુંક્રેન પણ અન્ય દેશોની જેમ તેહવારો અને ઉત્સવો ઉજવે છે.

“પાયસાન્કા” પાયસાન્કા યુક્રેનમાં સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે, જેમ આપણે ભારત માં પણ હોળી ધૂળેટી જેવા તેહાવારો છે અને સંસ્કુતિ છે એવીજ રીતે,યુક્રેનિયનો ઈસ્ટરના તહેવારની ઉજવણી ઈંડાને કલર કરીને અને પેઈન્ટીંગ કરીને કરે છે. ઇંડાને જટિલ લોક રચનાઓથી શણગારવામાં આવે છે અને તેજસ્વી રંગોથી દોરવામાં આવે છે જે એક વિશેષ મહત્વ પણ ધરાવે છે. તે સુખી જીવનના આનંદનું પ્રતીક છે, પીળો એટલે ઉનાળો અને પાકની સારી મોસમ, જ્યારે લીલો રંગ આશાને દર્શાવે છે. સૌં યુક્રેનિયનો આ તેહવાર અને સંસ્કૃતિને ખુબ આનંદ ઉલ્લાસ થી ઉજવે છે.

હવે વાત કરીએ ભોજન અને ખાણીપીણી બાબતે જેમ ભારત નું સુરત શહેર વિશ્વમાં પોતાના જમણ ને લઈને મશહુર છે ત્યારે યુક્રેનના ભોજન વિષે રોચક માહિતી જણાવીએ કે ખોરાક એ કોઈપણ સાંસ્કૃતિક અનુભવનો અભિન્ન ભાગ છે અને યુક્રેન તેની પરંપરાગત મીઠી, સ્વાદિષ્ટ અને ઉત્સવની વાનગીઓ માટે પ્રખ્યાત છે.

યુંક્રેન દેશ તેના પાસ્કા માટે જાણીતો છે, જે ઇસ્ટર દરમિયાન શેકવામાં આવતી પરંપરાગત બ્રેડ છે. પરિવારો તહેવારો દરમિયાન પડોશીઓમાં વાનગીઓનું વિતરણ કરે છે અને તેમને શુભેચ્છાઓ મોકલે છે.લોકો ગુડ ફ્રાઈડેથી બ્રેડ બનાવવાનું શરૂ કરે છે અને માત્ર ઈસ્ટર સન્ડે પર જ તેનું સેવન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *