ગેસનો બાટલો ફાટતા પિતા-પુત્રના શરીરના ફુરચે-ફુરચા ઊડી ગયા

ઉપલેટા(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં આજે સવારે 9 થી 9:30 વાગ્યાના અરસામાં ભંગારના ડેલામાં ગેસના બાટલાથી ભંગારનું કટીંગ કરતા બાટલો ફાટ્યો હતો. પરિણામે પ્રચંડ વિસ્‍ફોટ થતા ત્યાં હાજર પિતા-પુત્રના શરીરના ફુરચે-ફુરચા ઊડી ગયા હતા. આ દુર્ઘટનામાં પિતા-પુત્રના મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી. ઉપલેટા પોલીસને બનાવની જાણ થતા તાત્કલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો.

આ બનાવમાં કોઈ વિસ્ફોટક પદાર્થ આવી જતાં ઘડાકો થયાનું તારણ કાઢવામાં આવ્યું છે. હાલ મૃતક પિતા-પુત્રના શબને કોટેજ હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં તેઓનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરવા રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. મળતી માહીતી અનુસાર, ઉપલેટામાં જુની પુરોહીત લોજ નજીક આવેલ ભંગારના ડેલામાં પિતા-પુત્ર સહીત કારીગરો કામગીરી કરી રહયા હતા. આ દરમિયાન, અચાનક વિસ્‍ફોટ થતા પિતા રજાકભાઇ અલીભાઇ કાણા તથા પુત્ર રહીશ રજાકભાઇ કાણાનું ઘટનાસ્‍થળે જ મોત નીપજ્યું હતું.

આ ઉપરાંત, ભંગારના ડેલામાં રહેલા અન્‍ય 3 વ્‍યકિતઓ દુર કામ કરી રહયા હોવાથી તેમનો બચાવ થયો હતો. એક સાથે પિતા-પુત્રના મોત થતા મુસ્‍લીમ સમાજમાં અરેરાટી છવાઈ ગઇ છે. પિતા-પુત્રના મોત નીપજતા શહે૨માં ભા૨ે અ૨ે૨ાટી પ્રસ૨ી છે. જાણવા મળ્યું છે કે, ભંગારના ડેલાના ગેસના બાટલાથી ભંગારનું કટીંગ કામ કટરથી કરવામાં આવી રહયુ હતું ત્‍યારે અથવા તો ભંગારમાં રહેલ કોઇ વિસ્‍ફોટક વસ્‍તુથી વિસ્‍ફોટ થયો હોવાનું પણ ચર્ચાઇ રહયું છે.

વિસ્ફોટ એટલો મોટો હતો કે, બંને પિતા-પુત્રના ઘટનાસ્થળે મૃત્યુ થયાં હતાં અને દિવાલમાં પણ ગાબડા પાડી દીધા હતા. આ ઘટનાની જાણ થતા હાલ ઘટના સ્થળ ઉપર ઉપલેટા પોલીસ મામલતદાર ધોરાજી ઉપલેટા ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ઘટનાસ્થળ ઉપર આવી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપલેટા પોલીસ કાફલો ઘટનાસ્‍થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત, ડીવાયએસપી સહીતની ટીમ દ્વારા ઘટના સ્‍થળે આવીને તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *