મે મહિનાના રોજ ખતમ થવાની સાથે જ નવા મહિનાની શરૂઆત થશે અને તમારા રોજિંદા જીવન સાથે સંબંધિત ઘણી વસ્તુઓ બદલાવા જઇ રહી છે. જ્યાં લોકોને આશા છે કે, 1 જૂનથી સરકાર ઘણી રાહત આપવાની છે ત્યાં 1 જૂન 2020થી તમારી આસપાસ ઘણી વસ્તુઓ બદલાઈ જશે. ભલે તે રેલવે હોય, વિમાન સેવા હોય કે પછી રાશન કાર્ડ સંબંધિત હોય કે પછી તમારા એલપીજી સિલિન્ડર. 1 જૂનથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. ચાલો તમને જણાવીએ કે 1 જૂનથી તમારા જીવનમાં શું ફેરફાર થશે અને તેની તમારા ખિસ્સા પર શું અસર થશે…
વન નેશન વન રાશન કાર્ડ
1 જૂનથી મોદી સરકારની ખાસ સ્કીમ શરૂ થવા જઈ રહી છે. 1 જૂનથી વન નેશન વન રાશન કાર્ડ સરકારી સ્કીમની શરૂઆત કરવામાં આવશે. દેશભરના 20 રાજ્યોમાં આ સ્કીમ લાગુ થશે. આ સરકારી યોજનાના લાગુ થયા બાદ દેશભરમાં એક રાશન કાર્ડ લાગુ થઈ જશે. લોકો કોઈ પણ રાજ્યમાં પોતાના રાશન કાર્ડથી સરકારી અનાજ અને રાશન લઈ શકે છે. આ સરકારી યોજનાથી મોટી સંખ્યામાં ગરીબ વર્ગ અને પ્રવાસીઓને લાભ મળશે જે બીજા રાજ્યોમાં કામકાજ માટે જતા રહે છે. મોદી સરકારની આ યોજનામાં મોટી સંખ્યામાં ગરીબ વર્ગના લોકોને ખૂબ જ ઓછી કિંમતે જરૂરી અનાજ પૂરૂ પાડશે.
1 જૂનથી 200 ટ્રેનો શરુ થશે
31 મે બાદ દેશના અલગ-અલગ વિસ્તારોમાં ફસાયેલા લોકોને રાહત માટે ભારતીય રેલવે 1 જૂનથી 200 ટ્રેનો દોડાવવા જઇ રહી છે. આ 200 ટ્રેનો નૉન એસી હશે. રેલ મંત્રી પિયૂષ ગોયલે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. ગોયલના જણાવ્યા અનુસાર, ભારતીય રેલ 1 જૂનથી તમારા પોતાના ટાઇમ ટેબલ અનુસાર દરરોજ 200 નૉન એસી ટ્રેન દોડાવવા જઇ રહી છે. આ ટ્રેનોનું બુકિંગ જલ્દી શરૂ થશે. જો કે આ ટ્રેનોની નિશ્વિત તારીખ અને તેના રૂટ અંગે હાલ કોઇ સૂચના નથી મળી શકી.
પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો
1 જૂનથી ઘણા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થઈ જશે. વાસ્તવમાં લૉકડાઉનના કારણે પેટ્રોલ-ડીઝલની માંગમાં ઘટા઼ડો આવ્યો ત્યારબાદ ઘણા રાજ્યોએ પેટ્રોલ-ડીઝલના ભાવ પર વેટ વધારવાનો નિર્ણય કર્યો છે. વેટ વધારવાથી પેટ્રોલના ભાવ થશે. મિઝોરમ સરકારે 1 જૂનથી રાજ્યમાં પેટ્રોલ પર 2.5 ટકા અને ડીઝલ પર 5 ટકા વેટ વધારવાનો નિર્ણય કર્યો.
એરલાઈન્સ કંપની ગો એર ફરીથી સર્વિસ શરૂ કરશે
ફ્લાઈટ સર્વિસ આપનાર એરલાઈન્સ કંપની ગો એર 1 જૂનથી પોતાની સર્વિસ ફરીથી શરૂ કરવા જઈ રહ્યા છે. સરકારની ગાઈડલાઈન્સ આધારે ગો એર 1 જૂનથી પોતાની ફ્લાઈટ સર્વિસને એક વાર ફરીથી શરૂ કરશે. 25 મેથી દેશભરમાં ઉડાન સેવાઓને લીલી ઝંડી આપી દેવામાં આવી ત્યારબાદ ગોએરને છોડીને લગભગ બધી એરલાઈન્સે પોતાની સર્વિસિસ શરૂ કરી દીધી છે.
એલપીજી સિલિન્ડરના ભાવોમાં ફેરફાર
1 જૂન, 2020ના રોજ એક વાર ફરીથી એલપીજી સિલિન્ડરના ભાવોમાં ફેરફાર થશે. ગયા મહિને ગેસ સિલિન્ડરા ભાવમાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત 1 જૂનથી યુપી રોડવેઝની બસો ચાલવા લાગશે. આ દરમિયાન ચાલતી બસોમાં મુસાફરોની સંખ્યા સીમિત હશે. બસ ચાલકોને નિર્ધારિત ગાઈડલાઈન્સનુ પાલન કરવાનુ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news