મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણું ગુજરાત- આગવું ગુજરાત બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા આજે સન્માનિત થતા મહાનુભાવોએ પોતાની સાથે ગુજરાત ગૌરવ વધાર્યું છે. તેમણે કહ્યું હતું કે, ગાંધીજી, સરદારની કલ્પનાને સાકાર કરવા માટે આ શ્રેષ્ઠીઓ-કલાકારોની રચનાત્મકતા ઉપયુક્ત બની રહેશે. ગુજરાત નું નામ વિવિધ ક્ષેત્રમાં મુઠ્ઠી ઉંચેરું કરનાર મહાનુભાવોનું ગૌરવશાળી ગુજરાતી એવોર્ડથી મુખ્યમંત્રીએ એક ગુજરાતી ચેનલ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં જાહેર સન્માન કર્યું હતું.
સન્માનિત થનાર મહાનુભાવોએ ઇમાનદારીથી કાર્ય કરી પોત પોતાના ક્ષેત્રમાં નામના મેળવી છે. તેમનામાંથી અન્ય ગુજરાતીઓ પણ પ્રેરણા લેશે જ તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ મંતવ્ય-ચેનલ દ્વારા આવા સન્માનનો સરસ ઉપક્રમ યોજવા માટે ચેનલને અભિનંદન આપ્યા હતા
વિવિધ ક્ષેત્રોમાં એવોર્ડથી સન્માનિત કરાયેલ મહાનુભાવોની યાદી
૧. વેદપ્રકાશ ચિરીપાલ – ચેરમેન – ચિરીપાલ ગૃપ ટેક્ષટાઇલ
૨. એન. કે. પટેલ – અર્બન પ્લાનિંગ – અર્બન હાઉસિંગ
૩. શંકરલાલ પટેલ – પર્યાવરણ સુરક્ષા (વટવા જી.આઇ.ડી.સી)
૪. પ્રવિણ કોટક – જે.પી. ઇન્ફાસ્ટ્રક્ચર ઇસ્કોન ગૃપ
૫. જીતુભાઇ ચંદારાણા – શિક્ષણ સેવા (મારવાડી ગૃપ)
૬. દેવકી નંદન બંસલ – ઉદ્યોગકાર
ગૌરવશાળી ગુજરાતી એવોર્ડ
૧. અંજલીબેન રૂપાણી – પુજીત રૂપાણી ટ્રસ્ટ
૨. ગૌરાંગ વ્યાસ – સંગીત
૩. નરેશ પટેલ – ખોડલધામ
૪. નરેશ કનોડિયા – ફિલ્મ અભિનેતા
૫. કિર્તીદાન ગઢવી – ગાયક
૬. આશિષભાઇ શાહ – બાલાજી ગૃપ
૭. નૈનેષ દધાણિયા – રેસ્ટોરન્ટ
૮. કિશોરભાઇ સાવંત – સ્ત્રી શિક્ષણ
૯. ધનરાજ જેઠાણી – આજકાલ ગૃપ
૧૦. ઐશ્વર્યા મજમુદાર – ગાયિકા
આ ઉપરાંત અન્ય ૨૦ વ્યક્તિ વિશેષ ણે આ એવોર્ડ થી સમ્માનિત કરાયા હતા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.