આ યુવાનોએ એકજ દિવસમાં યોગ્ય સંકલન કરી વિદ્યાર્થીઓને આવકના દાખલા કઢાવી આપ્યા- વાંચો અહી

સુરતમાં હાલમાં કોલેજોમાં એડમીશન માટે આખરી દિવસો ચાલી રહ્યા છે ત્યારે બિન અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ ને બિન અનામત વર્ગ ના દાખલા અને ઇડબલ્યુએસ અને આવકના…

સુરતમાં હાલમાં કોલેજોમાં એડમીશન માટે આખરી દિવસો ચાલી રહ્યા છે ત્યારે બિન અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ ને બિન અનામત વર્ગ ના દાખલા અને ઇડબલ્યુએસ અને આવકના સર્ટીફીકેટ કઢાવવા ની કામગીરી પૂરજોશમાં તંત્ર દ્વારા ચાલી રહી છે. એડમિશનના છેલ્લા દિવસોમાં વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવામાં જે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે કાર્યરત સુરતના નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ના યુવાનોએ ફરી એક વાર સમાજમાં પ્રશંશા પાત્ર કામ કર્યું છે.

સુરતના વરાછા વિસ્તારમાં EWS અને આવકના પ્રમાણપત્ર કાઢી આપવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આજ રોજ પુણા ઝોન ઓફિસ વરાછા ખાતે નવ્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને લોક ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ ની સાથે ડે. મામલતદાર જસ્મીન બોઘરા અને મયુર પ્રજાપતિ સાહેબ ના સંકલનથી આવક ના દાખલા એક જ દિવસમાં સ્થળ પર જ વિદ્યાર્થીઓ અને વાલીઓ ને આપવામા આવ્યા, જેને લઈને આ ટ્રસ્ટના યુવાનો ની કામગીરીને વાલીઓ અને વિદ્યાર્થીઓ વખાણી રહ્યા છે અને પ્રશંસા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશીલા કોમ્પ્લેક્ષ માં લાગેલી આગ માં ઇજાગ્રસ્તો બાળકો આ સર્ટિફિકેટ કઢાવવા હજી સુધી જઈ શક્યા નથી. જે વાતની જાણ નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોને થયા બાદ તુરંત જ જરૂરીયાત મંદ જણાતા વિદ્યાર્થીઓને ઘરેથી મામલતદાર કચેરીએ જવાની તકલીફ ના લેવી પડે તે માટે ડેપ્યુટી મામલતદાર મયુરભાઈ પ્રજાપતિ અને બોઘરા સાહેબ સાથે યોગ્ય સંકલન કરીને આ વિદ્યાર્થીઓને પોતાના ઘરે આ જરૂરી પ્રમાણપત્રો મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું. અતિ ગંભીર રીતે ઘાયલ એવા દર્શન ઢોલા નામના વિદ્યાર્થીને આ પ્રમાણપત્ર ઘર સુધી મળી ચૂક્યું છે અને બીજા વિદ્યાર્થીઓને પણ આવનાર દિવસોમાં ઘર સુધી પ્રમાણપત્ર મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને ઇડબલ્યુએસ પ્રમાણપત્ર મેળવવા માટે તકલીફો વેઠવી પડે છે. પરંતુ સામાજિક ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે સુરતનું સક્રિય નવી આઈડી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ આવા વિદ્યાર્થીઓ માટે સતત મદદરૂપ થતું આવ્યું છે. આ ટ્રસ્ટ વિદ્યાર્થીઓને રાઇટ ટુ એજ્યુકેશન, વૃદ્ધા પેન્શન, પ્રધાનમંત્રી ફંડ, મુખ્યમંત્રી ફંડ, વિધવા સહાય, બેરોજગાર યુવાનોને મદદ કરવી તેમજ મહિલા ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટેની માહીતી વિનામૂલ્યે આપી રહ્યું છે. જેનો લાભ આપો પણ લઈ શકો છો. નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ  સાથે જોડાવા અથવા માર્ગદર્શન મેળવવા માટે આપ 87330 33609, 98251 00687 પર સંપર્ક કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *