કોરોનાને કારણે ઘણાં લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાંક ધનાઢ્ય લોકો અવારનવાર કોરોના વચ્ચે જરૂરીયાતમંદ લોકોને શક્ય એટલી મદદ કરી રહ્યાં છે ત્યારે આવા સમયમાં બોલીવુડનો પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદ પણ કોરોના સામે ચાલી રહેલ યુદ્ધમાં ફ્રન્ટ લાઇન યોદ્ધાઓની ભૂમિકા ભજવતા મહારાષ્ટ્ર પોલીસ કર્મચારીઓ માટે કુલ 25,000 ફેસ શિલ્ડ દાન કર્યા હતાં.
આની સાથે જ બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ લોકડાઉનથી લઈને અત્યાર સુધીમાં અનેક લોકોની મદદ કરવાને લઈ સતત ચર્ચામાં આવતા રહેતાં હોય છે. સોનુ સુદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તથા બધાં જ લોકોને મદદ માંગનાર લોકોને રિપ્લાય પણ આપતો હોય છે.
સોનુ સુદે કુલ 2 દુકાનો તેમજ કુલ 6 ઘર ગીરવે મૂકીને કુલ 10 કરોડ રૂપિયાની લોન લીધી છે. મળી રહેલ જાણકારી મુજબ સોનુ સૂદે જુહૂમાં આવેલ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ કુલ 2 દુકાનો તથા શિવ સાગર કો-ઓપરેટિવ હાઉસિંગમાં આવેલ કુલ 6 ફ્લેટ ગીરવે મૂકી દીધા છે.
આવા સમયની વચ્ચે ગૌતમ ગંભીરે પણ જરૂરીયાતમંદ લોકોની મદદ કરવાં માટે એક અભિયાનની શરુઆત કરી હોવાંનાં સમાચાર સામે આવી રહ્યાં છે. ગુરુવારે ‘એક આશા જન રસોઈ’ નામથી કમ્યુનિટી કીચનની શરૂઆત કરી છે. જે ફક્ત 1 રૂપિયામાં દિલ્હીમાં આવેલ ગાંધીનગર વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને બપોરે જમવાનું આપવામાં આવશે.
ગૌતમ ગંભીરે જણાવતાં કહ્યું હતું કે, વ્યક્તિની સૌપ્રથમ જરૂરિયાત ખોરાક છે. અમે એવું ઈચ્છીએ છીએ કે, કોઈ ભૂખ્યા સૂવે નહિ. અમે આગામી દિવસોમાં દિલ્હીના અન્ય વિસ્તારોમાં પણ કુલ 5-6 કીચનની શરૂઆત કરીશું. બીજું કીચન મયુર વિહારમાં ખોલવામાં આવશે.
ગૌતમ ગંભીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ કમ્યુનિટિ કીચન બપોરના 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. આની અગાઉ ગંભીરે ‘પંખ’નામનાં પ્રોગ્રામની પણ શરૂઆત કરી છે. જેમા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ ફી, યુનિફોર્મ, જમવાનું તેમજ સ્વાસ્થ્યની સેવા પૂરી પાડવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle