દોઢ વર્ષની ઉંમરે રાજકોટની દીકરીએ એવું કામ કરી બતાવ્યું કે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

રાજકોટ(ગુજરાત): રાજકોટના દંપતીને ઘેર પુત્રીના જન્મના એક જ વર્ષમાં પતિનું અવસાન થયું હતું, કુદરતના આ નિર્ણય પછી પણ પત્નીએ હાર માની ન હતી. જીવનના મોટા ઉતાર-ચઢાવ વચ્ચે દીકરીને એવી તાલીમ આપી કે, સૌથી નાની ઉંમરે ગાયત્રી મંત્ર, 12 જ્યોતિર્લિંગના નામ, અંગ્રેજી માસના નામ, વાર્તાઓ અને કવિતા, ધાર્મિક વાર્તાઓ, પ્રાણીઓ ઓળખવા, કલર ઓળખવા, જનરલ નોલેજ મોઢે કરાવ્યા હતા. માત્ર દોઢ વર્ષની ધીમહિ હિરેનભાઈ પંડ્યાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી પિતાને સાચી શ્રદ્ધાંજલિ અર્પી છે.

ધીમહિના માતા પૂર્વીબેન હિરેનભાઈ પંડ્યા જણાવે છે કે, દીકરી માત્ર એક વર્ષની હતી જયારે તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી, પરંતુ અમે હિંમત રાખીને અને ધીમહિને નિયમિત તાલીમ આપતા હતા. દીકરી માત્ર દોઢ વર્ષની હતી ત્યારથી જ તેને શ્રવણ અને મહાદેવની વાર્તાઓ, ગાયત્રી મંત્ર, અંગ્રેજી માસના નામ, પ્રાણીઓ-કલરના નામ ઓળખવા, ગાયત્રી મંત્ર, બાર જ્યોતિર્લિંગના નામ વગેરે આવડતું હતું.

ધીમહિનું નામ ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં મોકલ્યું. ત્યાંની ટીમે વીડિયો મગાવ્યા અને રિસર્ચ કર્યું કે ગુજરાતમાં આટલી નાની ઉંમરમાં આવું ટેલેન્ટ ધરાવતું કોઈ બાળક ન હતું. આખરે ધીમહિના ટેલેન્ટને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *