કોંગ્રેસી મુખ્યમંત્રીએ દરેક નિયમો તોડી ભાજપ સરકારને આપ્યો મોટો જટકો- જાણો વિગતે

સોનિયા અને રાહુલ ગાંધીને ઝાટકો લાગે તેવો બનાવ સામે આવ્યો છે. હાલ મોદી સરકારના કાયદા વિરુદ્ધ કોંગ્રેસ દેશભરમાં વિપક્ષો સાથે મળીને ભાજપને દુર કરી રહી…

સોનિયા અને રાહુલ ગાંધીને ઝાટકો લાગે તેવો બનાવ સામે આવ્યો છે. હાલ મોદી સરકારના કાયદા વિરુદ્ધ કોંગ્રેસ દેશભરમાં વિપક્ષો સાથે મળીને ભાજપને દુર કરી રહી છે. એવામાં રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકારે એવો નિર્ણય લીધો છે. અને આ પાર્ટીની ગાઈડલાઈનની વિરુદ્ધમાં છે. કોંગ્રેસ સહિત મોટા ભાગના વિપક્ષો CAAના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે અને આ સમયે રાજસ્થાન કોંગ્રેસ રાજ્ય સરકારે પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓને અર્ધી કિંમતે જમીન આપવાની જાહેરાત કરી હતી. આ મામલે કોંગ્રેસના મુખ્યમંત્રીએ ભાજપના એક પ્લાનને પણ નિષ્ફળ બનાવી દીધો છે.

બીજા અર્થમાં કહીએ તો CAAના વિરોધના મુદ્દે કોંગ્રેસમાં પણ આંતરિક મતભેદો પ્રવર્તે છે. કોંગ્રેસ મોવ઼ડી મંડળના રાહુલ ગાંધી પ્રિયંકા ગાંઘી અને સોનિયા પણ નાગરિકતા અંગેના આ નવા કાયદાનો જાહેરમાં વિરોધ કરી ચૂક્યા છે. બીજી બાજુ કોંગ્રેસનું શાસન ધરાવતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની જાહેરાતે કોંગ્રેસીઓને પણ ચોંકાવી દીધા છે.

અશોક ગેહલોત માત્ર જાહેરાત કરીને અટક્યા નહોતા. સાથે-સાથે તેમણે પાકિસ્તાનથી ભારત આવેલા 100 હિન્દુ પરિવારોને અડધી કિંમતે જમીન આપતા દસ્તાવેજો સુપરત કર્યા હતા. જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ 100 પરિવારોને જમીનની માલિકી આપતા દસ્તાવેજો તૈયાર કર્યા હતા. જે આ રાજ્ય સરકારે હિન્દુ પરિવારોને આપ્યા હતા. જોકે, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિન્દુ શરણાર્થીઓના મુદ્દે કોંગ્રેસને ખલનાયક ચિતરવાના ભાજપના પ્લાનને ફટકો મારવા અશોક ગેહલોતે આ યોજના અમલમાં મૂકી હોવાનું રાજકીય નિષ્ણાતોનું માનવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *