4000 રત્નકલાકારોને પચીસ લાખના ખર્ચે અનાજ કીટનું વિતરણ કરતું જેમ્સ એન્ડ જ્વેલરી ફાઉ. અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ

જેમ્સ એન્ડ જ્વેલરી રિલીફ ફાઉન્ડેશન-મુંબઈ & શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ- સુરત દ્વારા જરૂરિયાતમંદ 4000 રત્ન કલાકાર પરિવાર ને ૨૫ કિલો ઘઉંકીટ વિતરણ કરવામાં આવી.…

જેમ્સ એન્ડ જ્વેલરી રિલીફ ફાઉન્ડેશન-મુંબઈ & શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ- સુરત દ્વારા જરૂરિયાતમંદ 4000 રત્ન કલાકાર પરિવાર ને ૨૫ કિલો ઘઉંકીટ વિતરણ કરવામાં આવી. તેના ભાગ રૂપે કતારગામ વિસ્તાર ની કીટ કુબેરનગર વિભાગ-૨ ની વાડી માં સોસાયટી ના પ્રમુખ લાલજીભાઈ, નવ્યાં એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને સૌરાષ્ટૃ પટેલ સમાજ ના કાનજીભાઈ ભાલાળા, સુરત ના કાર્યકર્તા ભાવેશભાઈ જાજડિયા, ધીરુભાઈ માંડવીયા,અને અન્ય આગેવાનો રામજીભાઈ ઈટાલીયા તથા સમાજ ના અન્ય આગેવાનો અને જગદીશભાઈ બરવાળીયા, હષૅદભાઈ ગલાણી, મનસુખભાઈ સાવલીયા, ભાવેશભાઈ સાવલીયા દ્વારા આ કીટ નું વિતરણ કરવામાં આવેલ.

સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી રીલિફ ફાઉન્ડેશન, મુંબઈ દ્વારા રત્ન કલાકાર જરૂરિયાતમંદ સર્વ જ્ઞાતી પરિવાર ને રાશન કીટ (૨૫kg ઘઉં) વિતરણ કરવાનું આયોજન કરેલ છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ યુવા ટિમ સુરત અને રત્ન કલાકાર વિકાસ સંધ સુરત ના સહયોગથી અલગ અલગ સુરત ના ૯ વિસ્તારમાં ૧.પૂણા ગામ ૨.મોટા વરાછા ૩.વેલનજા ઉમરા ૪.કામરેજ ૫.સરથાણા ૬.યોગીચોક ૭.હીરાબાગ ૮.કતારગામ ૯.કારગિલ ચોક વિસ્તારોના કેન્દ્રો વિતરણ કરવામાં આવ્યું છે. આશરે પચ્ચીસ લાખ રુપિયા ની ૪૦૦૦ કિટ નુ વિતરણ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *