ખાડો ખોદે નગરપાલિકા અને ખાડામાં પડે પ્રજા: મહિલા એક્ટિવા સાથે ખાબક્યાં બાદ આજે ગાય ખાડામાં પડી

મહુધા નગરપાલિકાની ઊંઘ ન ઉડતી હોય તેમ છેલ્લા ચાર દિવસથી ગટરના ખાડાનો યોગ્ય નિકાલ ન કરતાં આજે સવારે આઠ વાગ્યાની આજુબાજુ ગાય ખાડાનો ભોગ બની હતી. મહુધાનું તંત્ર ક્યાંરે જાગશે? ગાયત્રી મંદિર વિસ્તારમાં મહિલા બાદ ગાય ખાડાનો ભોગ બની.

ગઈકાલે મહિલા એક્ટિવા સાથે ગટરના ખાડામાં ખાબકતાં ભારે જહેમતથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારે આજે સવારે આઠ વાગ્યાની આજુબાજુ કોઈ પ્રકારનું બોર્ડ કે આડબંધ ન લગાવેલો હોવાથી ગાય સીધી ખાડામાં ઉતરી પડી હતી. જો કે ગાય ભારે જહેમત બાદ જાતે બહાર નીકળી ગઈ હતી.

મળતી માહિતી મુજબ આ ખાડો છેલ્લા ચાર દિવસથી ખોદવામાં આવેલો છે. પરંતુ આટલું નુકસાન થયા છતાં તંત્રની ઉગ ઉડતી નથી તેવું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

ચોમાસાને કારને ઠેર ઠેર નગરપાલિકાએ ખાડા ખોદી વરસાદ આવતા કામ અધૂરું છોડ્યું હતું. પરિણામે તેનો ભોગ આ ગાય જેવા નીર્જીવો બની રહ્યા છે. હવે જોવું રહ્યું કે પાલીકાની આંખ ક્યારે ઉઘડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *