ટાટાની કોમ્પેક્ટ 5-સીટર સેડાન ટિગોર હાલમાં રૂ. 21,500 સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, XZ ટ્રીમ અને મોડલના ઉચ્ચ વેરિયન્ટ્સ પર 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. ટાટા ટિગોરના તમામ વેરિઅન્ટ પર 11,500 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. જોકે, CNG વેરિઅન્ટ પર કોઈ ડિસ્કાઉન્ટ નથી.
સેગમેન્ટમાં બીજી સૌથી સફળ કોમ્પેક્ટ એસયુવી નેક્સનના પેટ્રોલ વેરિઅન્ટ પર રૂ.3,000ના કોર્પોરેટ બોનસ સાથે ખરીદી શકાય છે. ડીઝલ મોડલ પર એક્સચેન્જ બોનસ તરીકે રૂ. 15,000 અને કોર્પોરેટ લાભો તરીકે રૂ. 5,000નું વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Tata Nexonની એક્સ-શોરૂમ કિંમત 7.43 લાખ રૂપિયાથી 13.74 લાખ રૂપિયા સુધીની છે.
ટાટા ટિયાગાના તમામ મોડલ પર રૂ. 31,500 સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, જેમાં રૂ. 11,500 સુધીના કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. જોકે, મોડેલના CNG વિકલ્પ પર આવી કોઈ ડીલ ઉપલબ્ધ નથી.
ટાટા હેરિયર કાઝીરંગાનું નવું વેરિઅન્ટ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જોકે, આ વેરિઅન્ટ પર કોઈ ઑફર ઉપલબ્ધ નથી. હેરિયરના અન્ય વેરિઅન્ટ્સ પર 65,000 રૂપિયા સુધીનું મહત્તમ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આમાં તમામ મોડલ્સ પર રૂ. 40,000નું એક્સચેન્જ બોનસ સામેલ છે. આ સિવાય ટાટા મોટર્સ 5,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.
ગ્રાહકો સફારીના તમામ વેરિયન્ટમાં 45,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. સફારીને હેરિયર જેવી જ 2.0-લિટર ડીઝલ પાવરટ્રેન મળે છે. છ અને સાત-સીટની ગોઠવણીમાં ઉપલબ્ધ, સફારી સેગમેન્ટની સૌથી મોટી ત્રણ રો વાળી કાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.