એકઉપર એક ફ્રી મળી રહ્યા છે આ શાનદાર મોબાઇલફોન- જલદી કરો, ફરી આવી તક નહિ મળે!!

હાલ લોકડાઉનના કારણે બધું જ બંધ હતું. દુકાનોથી લઈને દરેક મોટા મોટા મોલ સુધી દરેક લોકો ઘરે બેઠા હતા. પણ હાલમાં બધું ખુલી ગયું છે અને હાલ નતનવી સ્કીમો પણ આવી રહી છે. હાલ ભારતના દરેક લોકો પાસે સ્માર્ટફોન જોવા મળશે. દરેક ઘરમાં એકથી બે મોબાઇલ તો હશે જ. પણ આ સમયમાં મોબાઇલ લાવો પણ કોઈ મોટી વાત નથી. અહિયાં એક જોરદાર સ્કીમ આવી છે જેના દ્વારા એક ઉપર એક મોબાઇલ ફ્રી મેળવી શકો છો.

પહેલાના સમયમાં માત્ર એક જ કંપનીના મોબાઇલ દરેકના હાથમાં હતા એ કંપની છે નોકિયા. હાલ પોતાના દમદાર ફોન માટે જાણીતી કંપની NOKIA પોતાના ગ્રાહકો માટે એક શાનદાર ઑફર લઇને આવી છે. આ ઑફર અંતર્ગત કંપની એક સ્માર્ટફોન સાથે બીજો ફોન ફ્રી આપી રહી છે. Nokia 7.2 સાથે Nokia C1 તદ્દન મફત મળી રહ્યો છે. આ ઉપરાંત ગ્રાહકોને સ્માર્ટફોન કેસ પણ ફ્રી આપવામાં આવી રહ્યુ છે. સાથે-સાથે જ આ ફોનને ખરીદનાર ગ્રાહકને એક હુડી પણ ફ્રી આપવામાં આવી રહી છે. જો કે આ ઑફર હાલ ફિલીપિંસના યુઝર્સ માટે છે. બની શકે છે કે આ ઑફર ભારતમાં પણ જલ્દી જ લાગુ થાય. પણ હાલ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ઓફર ભારતમાં લાગુ થાય ત્યારે તમારે બધા કરતા પહેલા આ સ્કીમનો લાભ લેવાનો છે.

હાલ આ મોબાઈલની વાત કરીએ તો, નોકિયા 7.2માં 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર પર કામ કરે છે. આ ફોનમાં 6જીબી સુધીની રેમ આપવામાં આવી છે. તેમાં 3500 mAhની બેટરી પણ આપવામાં આવી છે. આ ફોનમાં 6જીબી સુધીની રેમ આપવામાં આવી છે. તેમાં 3500 mAhની બેટરી પણ આપવામાં આવી છે. આ ફોનમાં એસડી કાર્ડની મદદથી 512 જીબી સુધીની સ્ટોરેજ વધારી શકાય છે.

જો આ મોબાઈલના કેમેરાની વાત કરીએ તો નોકિયા 7.2માં 8 MP અને 5 MPનું સેન્સર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સેલ્ફી માટે તેમાં 20 MPનો કેમેરા આપવામાં આવ્યો છે. જેના દ્વારા બીજા મોબાઇલ કરતા પણ સારા ફોટોસ તમે પાડી શકો છો. આ ફોનનો કેમેરા ફીચર ખુબ શાનદાર છે. નોકિયા 7.2ના 6જીબી વેરિએન્ટ સાથે નોકિયા C1 ફ્રી મળશે. નોકિયા C1માં 5.45 ઇંચ FWCGA IPS ડિસ્પ્લે આપવામાં આવી છે.

આ ફોન એન્ડ્રોઇડ 9 પાઇ ગો એડિશન પર કામ કરે છે. તેમાં 1.3 GHz ક્વોડ કોર પ્રોસેસર ઉપરાંત 1GB રેમ આપવામાં આવી છે. સાથે જ તેમાં 16 જીબીની મેમરી પણ આપવામાં આવી છે અને એસડી કાર્ડની મદદથી તેમાં 64 જીબી સુધી સ્ટોરેજ વધારી શકાય છે. સાથે જ જો કેમેરાની વાત કરીએ તો ફોનમાં 5 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે. ફોનમાં બંને કેમેરા સાથે ફ્લેશની પણ સુવિધા આપવામાં આવી છે. નોકિયાના આ ફોનમાં 2500 mAhની બેટરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *