સુરત(Surat): ભટાર(Bhatar)ની એક સોસાયટીમાં પ્રવેશ નહિ આપતા વોચમેને કેટલાક અજાણ્યા ઈસમોએ ગેટ ઉપર જ ઢોરની જેમ ફટકારી ભારે હોબાળો મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ રવિવારની રાત્રે બનેલી ઘટના બાદ હુમલાખોરો(Attackers)એ ફોન કરી માણસો બોલાવ્યા પછી વોચમેનને સોસાયટીમાં ઘુસી ફરી ફટકારતા આખી ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. નવાઈ ની વાત એ હતી કે ત્રણ ફોન કર્યા બાદ પણ પોલીસ નહિ આવતા સોસાયટીવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો.
રામ પ્રસાદ સેતુ ગૌણ ઉ.વ. 61 (રહે. ભટાર રવિ શકર શકુલ)એ જણાવ્યું હતું કે ઘટના રાત્રે 11:30 વાગ્યાની હતી. સોસાયટીમાં પ્રવેશ માટે ગેટ ખોલવાનું કહેતા હતા. બસ એટલું જ પૂછ્યું કે, કોને ત્યાં જવું છે એટલે ગાળા ગાળી પર ઉતરી પડ્યા અને અચાનક હુમલો કરી દીધો. ઘટના બની ત્યારે ત્રણ જણા જ હતા. ત્યારબાદ ફોન કરી બીજા 10-12 જણાને બોલાવી સોસાયટીમાં ઘુસીને ઢોર માર મારવામાં આવ્યો હતો. જોકે ભારે હોબાળો થવાને કારણે સોસાયટીવાસીઓ દોડી આવ્યા હતા અને કેટલાક હુમલાખોર તત્વોને પકડી લેવામાં આવ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, હુમલો લાકડાના ફટકા અને પથ્થર દ્વારા વોચમેન ઉપર કરવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા રામપ્રસાદ 3-4 મહિનાથી વોચમેન તરીકે કામ કરે છે તેમને માથાના ભાગે ગંભીર ઈજા હતી. તાત્કાલિક 108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. વોચમેને કહ્યું હતું કે, જતા જતા પાછા ધમકી આપતા હતા બધાનો ચહેરો મેં જોયો છે હું બધાને જોઈ લઈશ, હું લિંબાયત નો દાડો છું અને પોલીસને હપ્તો આપું છું,
સોસાયટીના રહીશે જણાવ્યું હતું કે, વોચમેનને એટલી બેહરમીથી માર મારવામાં આવ્યો હતો કે કપડામાં જ પેશાબ થઈ ગયો હતો, વોમિટિંગ અને ગભરાટ શરૂ થઈ ગઈ હતી. જોમે સારવાર મળ્યા બાદ હાલ એની તબિયત સારી છે. નવાઈ ની વાત એ છે કે પોલીસ ને ત્રણ ફોન કર્યા પણ આવી નહિ, ઘટના ને 12 કલાક બાદ પણ જો પોલીસની ઉંઘ ન ઊડતી હોય તો ગૃહ મંત્રીના ઘરમાં લોકો કેટલા સુરક્ષિત એ એક પ્રશ્ન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.